Airtel, Jio અને Vi, તેમના ગ્રાહકોને જુદા જુદા ભાવો અને ફાયદાઓ સાથે પ્રિપેઇડ યોજનાઓ પ્રોવાઈડ કરે છે. પરંતુ કેટલીક યોજનાઓ ત્રણેય કંપનીઓ દ્વારા એક જ કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો કે, આ યોજનાઓમાં મળતા ફાયદા ચોક્કસપણે જુદા છે. આવી જ એક પ્રીપેડ યોજના 199 રૂપિયાની છે. ચાલો જાણીએ કે આ કિંમતમાં કંપની શું ઓફર કરે છે.

Airtelની 199 રૂપિયાની પ્રીપેડ યોજના:

આ યોજના હેઠળ, કંપની તેના ગ્રાહકોને 1.5GB દૈનિક ડેટા અને ટ્રૂ અનલિમિટેડ કોલિંગ ઓફર કરે છે. વળી, આ યોજનામાં કંપની દ્વારા દરરોજ 100SMS પણ આપવામાં આવે છે. આ યોજના સિવાય ગ્રાહકોને મફત અનલિમિટેડ હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિકનું એક્સેસ અને એરટેલ એક્સટ્રીમ સેવા પણ આ આપવામાં આવે છે. આ યોજના 28 દિવસની માન્યતા સાથે આવે છે.

Jioનો 199 રૂપિયાનો પ્રીપેડ પ્લાન:

આ યોજના અંતર્ગત કંપની તેના પ્રીપેડ ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા, મફત ઓન નેટ કોલિંગ, ઓફ-નેટ કોલિંગ માટે 1000 FUP મિનિટ અને દૈનિક 100SMS આપે છે. વળી, આ યોજનામાં, ગ્રાહકોને JioTV અને JioSaavn જેવી Jio એપ્લિકેશનોનું મફત એક્સેસ પણ આપવામાં આવી છે. આ યોજનાની માન્યતા 28 દિવસની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here