ગુજરાતમાં છેલ્લાં દસેક દિવસથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 1223 કેસો નોંધાયા છે. જો કે કોરોનાના કેસો ભલે ઘટયા હોય પરંતુ મૃત્યુદર હજુ પણ યથાવત્ રહેતા ભયનો માહોલ સર્જાયો છે.ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા 2,25,304 પર પહોંચી છે અને વિવિધ વિસ્તારોમાં કુલ 5.49,323 વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. રાજ્યના ચારેય મહાનગરોમાં આજે 100થી વધુ કેસો નોંધાયા છે અને નાનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રમાણમાં ઓછાં કેસો નોંધાયા છે.

આજે અમદાવાદમાં 266, સુરતમાં 188, વડોદરામાં 168, રાજકોટમાં 129, ગાંધીનગરમાં 56, ભાવનગરમાં 35, મહેસાણામાં 31, દાહોદમાં 30, ખેડામાં 29, જામનહરમાં 29, સાબરકાંઠામાં 29, અમરેલીમાં 26, કચ્છમાં 24 અને જૂનાગઢમાં 18 કેસ નોંધાયા છે.

આજના કેસોના ઉમેરા બાદ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2,25,304 થઇ છે અને કુલ મૃત્યુઆંક 4148 થયો છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં આઠ, સુરતમાં ત્રણ, બનાસકાંઠામાં એક અને પંચમહાલમાં એક એમ કુલ 13 કોરોના દર્દીઓના મૃત્યુ થયાં છે. હાલની પરિસિૃથતિએ રાજ્યમાં કુલ 13,627 એક્ટિવ કેસ છે, જે પૈકી 71 કેસ વેન્ટિલેટર પર અને 13,556 કેસ સ્ટેબલ છે.

કોરોના

ગુજરાતના જુદાં-જુદાં જિલ્લાઓમાં અત્યારે 5,49,323 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જે પૈકી 5,49,189 હોમ ક્વોરન્ટાઇન હેઠળ અને 134 વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇન હેઠળ છે. આજે 1223 નવાં કેસોની સામે 1403 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક 2,07,529 થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here