ગુજરાતના વાતાવરણમાં છેલ્લા 2 થી 48 કલાકમાં ભારે પલટો જોવા મળ્યો છે. ગઈકાલે જ્યાં ગુજરાતના લગભગ 135 થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદી થયો હતો તો આજે ફરીએકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું.

ધુમ્મસ

અમદાવાદ બન્યું હિલસ્ટેશન

અમદાવાદીઓની સવાર જાણે હિલ સ્ટેશનમાં પડી હોય તેવો માહોલ હતો. શુક્રવારના માવઠાના માહોલ બાદ આજે સવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારમા ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ. અમદાવાદે જાણે ધુમ્મસની ચાદર ઓઢી લીધી હોય તેમ લાગી રહ્યુ હતુ.મોડી રાતથી ધુમ્મસ વધવાને કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.

પાટનગરમાં છવાઈ ધુમ્મસની ચાદર

પાટનગર ગાંધીનગરમાં પણ સવારે ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળ્યુ. શુક્રવારે વરસાદ બાદ ગાંધીનગર ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. મોડી રાત બાદ ધુમ્મસનું પ્રમાણ વધ્યુ હતુ. કેટલાક વિસ્તારમાંથી દસ ફૂટ દૂર જોવુ પણ મુશ્કેલ બન્યુ હતુ.

ધુમ્મસને કારણે ઘટી વિઝિબિલિટી

તો વિરમગામ આસપાસ પણ સવારે ધુમ્મસ જોવા મળ્યુ. વિરમગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા પણ ભારે ધુમ્મસ હતુ. મોટા ભાગના રસ્તાઓ પર ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી હતી. તેમ છતા વિઝિબિલટી ઘટી જતા વાહન ચલાવામાં તકલીફ પડી રહી હતી.

ચાંગોદર રોડ પર અટક્યા વાહનો

તો બાવળા આસપાસ પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ. અમદાવાદ ચાંગોદર રોડ પર સવારે ગાઢ ધુમ્મસ હતુ. વિઝિબિલટી ઘટી જવાને કારણે વાહનચાલકો પણ પરેશાન થઇ ગયા હતા. કેટલાક વિસ્તારમા તો ધુમ્મસ વધુ ગાઢ બની જતા વાહનચાલકો તેમજ લોકો રસ્તામાં થોભી ગયા હતા.

બનાસકાંઠાના અનેક તાલુકામાં ધુમ્મસ

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.  ચારે તરફ ગાઢ ધુમ્મસ છવાયેલુ નજરે પડ્યુ છે. દિયોદર, લાખાણી, થરાદ, કાંકરેજ અને ભાભર સહિતના તાલુકાઓમાં ધુમ્મસ જોવા મળ્યુ હતુ.

બનાસકાંઠાના ડીસામાં પણ સવારે ધુમ્મસભર્યો માહોલ જોવા મળ્યો. બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ. ધુમ્મસ છવાતા હાઇવે પર વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સાબરકાંઠામાં પણ ધુમ્મસનો માહોલ

સાબરકાંઠા જિલ્લામાં પણ ધુમ્મસ છવાયુ હતુ. ધુમ્મસ છવાતા વીજીબીલીટી ઘટી ગઇ હતી. ધુમ્મુસ એટલુ ગાઢ હતુ કે 15 ફુટ દુર જોવુ પણ મુશ્કેલ બન્યુ. જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here