મહારાષ્ટ્ર સરકારે પોતાના સરકારી કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ જાહેર કર્યો છે. રાજ્ય સરકારે શુક્રવારે એક આદેશ જાહેર કરતા પોતાના કર્મચારીઓ અને કોન્ટ્રેક્ટ પરના કર્મચારીઓને યોગ્ય કપડાં પહેરવા કહ્યું છે.આદેશ પ્રમાણે સરકારી કર્મચારીઓને હવે ઓફિસમાં ટીશર્ટ અને જીન્સ પહેરવા પર પ્રતિબંધ હશે. એટલું જ નહી સરકારી કચેરીમાં ચપ્પલ પહેરીને આવવાની પણ મંજુરી નથી.

સરકારી કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ

મહારાષ્ટ્ર સરકારે પોતાના એક આદેશમાં કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યના કર્મચારીઓ અને કોન્ટ્રેક્ટ પર કામ કરતા સ્ટાફને કહ્યું કે, તેઓ હવે ઓફિસમાં ટીશર્ટ અને જીન્સ પહેરીને નહી આવે. આ આદેશ પ્રમાણે મહિલા કર્મચારી સાડી, સલવાર, ચુડીદાર કુર્તા, ટ્રાઉઝર પેન્ટ-શર્ટ અને જરૂર પડ્યે દુપટ્ટો લઈ શકે છે. જ્યારે પુરુષ શર્ટ પેન્ટ પહેરી શકે છે. જ્યારે મહિલા કર્મચારી ચપ્પલ, સેંડલ કે શૂઝ અને પુરુષ શૂઝ કે સેન્ડલ પહેરી શકે છે.

આ કારણે સરકારે લીધો નિર્ણય

મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તે જોવામાં આવ્યું છે કે ઘણાં સરકારી કર્મચારી અને કરાર આધારિત કામ કરતા કર્મચારીઓ સૌમ્ય પોશાક પહેરીને નથી આવતા. તેનાથી લોકોમાં સરકારી કર્મચારીની ઈમેજ ખરાબ થાય છે.

આ સર્ક્યૂલરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે લોકો સરકારી કર્મચારીઓ પાસેથી સારા વર્તન અને પર્સનાલિટીની આશા રાખે છે. જો કર્મચારીઓના પોશાક જ અનસ્યૂટેબલ કે ગંદા હશે તો તેની અસર તેના કપડા પર પણ થશે.આ સિવાય રાજ્ય સરકારે દરેક સરકારી કર્મચારીઓને કહ્યું કે તેઓ ઓછામાં ઓછા એક દિવસ શુક્રવારે ખાદીના કપડાં પહેરીને આવે. જણાવી દઈએ કે સરકારે 8 ડિસેમ્બરે આ આદેશ જાહેર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here