રાજ્યની નાણાકીય સ્થિતિ અને બોર્ડ કોર્પોરેશનની કેવી સ્થિતિ છે તે ઉજાગર થશે, સત્રના અંતિમ દિવસે કેગના રિપોર્ટથી ઉત્તેજનાનો માહોલ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની સરકારનો વહીવટ કેવો છે તે અંગેનો ચિતાર આપતો તેમજ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને ઉજાગર કરતા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) ના રિપોર્ટ વિધાનસભાના છેલ્લા દિવસે ટેબલ પર મૂકાશે.


ગુજરાત વિધાનસભામાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના (1) સામાન્ય અને સામાજીક સેવા (2) નાણાંકીય હિસાબો (3) વિનિયોગ હિસાબો (4) રાજ્યની નાણાકીય પરિસ્થિતિ (5) સામાન્ય અને સામાજીક ક્ષેત્ર (6) આર્થિક અને મહેસૂલી ક્ષેત્ર તેમજ (7) જાહેર ક્ષેત્રના ઉપક્રમો અંગેના એમ કુલ સાત અહેવાલો રજૂ કરવામાં આવશે.


વિધાનસભાનું સત્ર ચાલુ હોય છે ત્યારે હંમેશા સત્રના અંતિમ દિવસે કેગના રિપોર્ટ મૂકવામાં આવતા હોય છે. વિપક્ષ કોંગ્રેસે વારંવાર એવી માગણી કરી છે કે જ્યારે કેગના રિપોર્ટ મૂકવામાં આવે ત્યારે તમામ ધારાસભ્યોની સભાગૃહમાં ચચર્િ થવી જોઇએ પરંતુ રાજ્ય સરકાર કેગના રિપોર્ટ અંગે હાઉસમાં કોઇ ચચર્િ કરતી નથી, રિપોર્ટ માત્ર ટેબલ પર મૂકાય છે જેને મિડીયામાં પ્રકાશિત કરવામાં આવતા હોય છે.
ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં કેવું કામ થાય છે. યોજનાઓમાં ભ્રષ્ટાચાર છે કે કેમ, બોર્ડ કોર્પોરેશન કેટલી ખોટ કરે છે અને કેટલો નફો કરે છે અને સરકારના વિભાગોમાં ક્યા કામમાં કેટલી ગેરરીતિ થઇ છે તેને કેગનું ઓડિટ ઉજાગર કરે છે અને સરકારના વિભાગોને સુધારવા તેમજ પગલાં લેવાની ભલામણ કરે છે. કેગમાં આ વખતે નાણાકીય સ્થિતિનું ચિત્રણ પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ રિપોર્ટ ટેબલ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here