કૃષિ કાયદાનાં મુદ્દા પર ખેડુતો હવે લડી લેવાનાં મુડમાં છે અને તે માટેની તૈયારી પણ શરૂ દીધી છે, ખેડુત સંગઠનોનું કહેવું છે કે હવે તો તેમની માંગ છે કે સરકાર આ કાળા કાયદાને જ પાછો ખેંચી લે, સુધારો કોઇને પણ સ્વિકાર્ય નથી, આ દરમિયાન ખેડુત સંગઠનોએ આજથી એટલે કે 12થી 14 ડિસેમ્બર દરમિયાન યોજાનારા વિરોધ પ્રદર્શનો અંગે માહિતી આપી છે.

આજે દિલ્હી-જયપુર હાઇ-વે બ્લોક કરશે ખેડૂતો

ભારતીય કિસાન યુનિયન પ્રમુખ બલબીર એસ રાજેવાલનું કહેવું છે કે 12 ડિસેમ્બરે અમે દિલ્હી-જયપુર હાઇ-વે બ્લોક કરી દઇશું, 14 તારીખે અમે ડીસી ઓફિસોની સામે, બિજેપી નેતાઓનાં નિવાસસ્થાનો તથા રિલાયન્સ અને અદાણી ટોલ પ્લાઝા પર ધરણા કરીશું, ટ્રેનોને રોકવાનો કોઇ કાર્યક્રમ નથી, અહીં આવનારા ખેડુતોની સંખ્યા વધી રહી છે.

2000થી વધુ જવાનો તૈનાક કરાશે

જયપુર હાઇવે એન.એચ.-48 ને ખેડુતોએ નાકાબંધી કરવાની ઘોષણા કર્યા પછી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. NH-48 પર 2 હજારથી વધુ પોલીસ જવાનો મોરચો લેશે. 12 ડિસેમ્બરે વિવિધ સંગઠનો સાથે ખેડૂતો દ્વારા આંદોલનને વધુ તીવ્ર બનાવવાના આહ્વાન પર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ બનશે.

ખેડૂતો

કેન્દ્ર સરકારની હઠનાં કારણે ખેડુતોની સામે હવે કોઇ વિકલ્પ નથી

ખેડુત સંગઠનોનું કહેવું છે કે કેન્દ્ર સરકારની હઠનાં કારણે ખેડુતોની સામે હવે કોઇ વિકલ્પ નથી, સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે કેન્દ્ર સરકાર હાલનાં કૃષિ કાયદામાં સુધારો કરવા તૈયાર છે તો તેને તે કાયદો પાછો લેવામાં વાંધો શું છે.

આ પહેલા ખેડુત નેતા રાકેશ ટિકૈતે પણ કહ્યું હતું કે 15માંથી 12 સુધારા પર સરકાર તૈયાર છે, તો તેનો અર્થ એ થયો કે કાયદામાં ખામી છે, પરંતું કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરનું કહેવું છે કે કોઇ પણ કાયદો ખોટો નથી હોતો, જો કોઇ ખેડુત સંગઠનને વાંધો છે તો તેમાં ફેરફાર કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here