દિલ્હીમાં છેલ્લા સત્તર દિવસથી ખેડૂતો કૃષિ કાયદાને લઈને આંદોલન કરી રહ્યા છે અને સરકાર સમક્ષ કૃષિ કાયદાઓ પરત લેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે, ખેડૂતોના આંદોલનની સમગ્ર દેશમાં અસર થઇ રહી છે. આંદોલનને કારણે શાકભાજીના ભાવમાં પણ અસર થઇ રહી છે.

શાકભાજીના ભાવમાં થયો વધારો

દિલ્હીમાં ખેડૂતોના આંદોલનની અસર ગુજરાતમાં પડી છે. આંદોલનના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે.  અમદાવાદની કાલુપુર માર્કેટમાં ડુંગળી અને બટાકા સહિતના શાકભાજીના ભાવમાં બે ગણો વધારો થયો છે. આ ઉપરાંત માવઠાના કારણે પણ શાકભાજીના ભાવ પર અસર જોવા મળી છે.

ગરીબોની કસ્તુરી થઇ મોંઘી

માર્કેટમાં ડુંગળી અને બટાકા પંજાબથી આવે છે. જેથી ડુંગળી કિલોએ 40 રૂપિયા હતા તેના હવે 60 થયા છે. જ્યારે બટાકાના 30 રૂપિયા હતા જેના કિલોએ 60 રૂપિયા થયા છે.  તો વળી મરચના 60થી 160 રૂપિયા પ્રતિ કિલો થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here