વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાંની મહિલાઓને ક્યારેય વૃદ્ધત્વ આવતું જ નથી. આ દેશનું નામ તાઇવાન છે. તાઇવાન એક દ્વીપ છે, જેની આસપાસના દ્વીપને મળીને ચીની ગણરાજ્યનો ભાગ છે. તાઇવાનની મહિલાઓ ખૂબ જ સુંદર હોય છે. આ મહિલાઓની ઉંમર વધતા પણ તેમની સુંદરતા યથાવત્ જ રહે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ મહિલાઓ પોતાનાં રંગરૂપના બાબતે ખૂબ જ સજાગ રહે છે. તે તડકામાં બહાર નીકળવાનું બિલકુલ પસંદ કરતી નથી, કારણ કે તેમનું માનવું છે કે તડકામાં નીકળવાથી ત્વચા કાળી થઇ જાય છે અને ઉંમર ઘટે છે. તેથી કંઇ પણ જરૂરી કામ કેમ ન હોય પરંતુ મહિલાઓ તડકામાં બહાર નીકળતી જ નથી. તાઇવાનના લોકો ફ્ક્ત તડકાથી જ નહીં પણ વરસાદથી પણ ખૂબ જ ડરે છે. તેઓ માને છે કે વરસાદમાં પલળવાથી ત્વચામાં એલર્જી થાય છે અને તે ખરાબ થઇ જાય છે. અહીંના લોકો ખૂબ જ કામ કરે છે જેના કારણે તેમનું શરીર પણ ફ્ટિ રહે છે. આ જ કારણ છે કે મહિલાઓ તડકા તથા પ્રદૂષણથી પોતાની ખૂબ જ કાળજી રાખે છે અને તેમના ચહેરા પરથી તેમની ઉંમરનો અંદાજ પણ લગાવી શકાતો નથી. તેથી એમ પણ કહેવાય છે કે અહીંની મહિલાઓને વૃદ્ધત્વ આવતું જ નથી.

વર્ષોથી માટીના દરમાં રહે છે આ ગામનાં રહેવાસી

દરેકનું સપનું હોય છે કે તેનું એક સુંદર ઘર હોય, ઘરની બહાર સુંદર બગીચો હોય અને તે ઘરમાં તે પોતાના પરિવાર સાથે હસીખુશીથી રહે. પણ આ બધાથી પરે એક એવું ગાંમ છે જ્યાં છેલ્લાં ૭૦૦ વર્ષથી લોકો ઘરમાં નહી પણ પક્ષીઓ માળામાં રહે છે તેમ દર બનાવીને રહે છે. તેમના આ ઘરને જોતા ચકલીઓના માળા જેવા લાગે છે. આ ગામ ઈરાનમાં આવેલું છે.about:blankabout:blankabout:blank

ઈરાનના કંદોવનનાં લોકો માળા જેવાં ઘરોમાં રહે છે. આવા ઘર પાછળ રહેવાનું કારણ પણ મજાનું છે. માટીના બનેલા આ ઘરો ઠંડીમાં ગરમ અને ગરમીમાં ઠંડા રહે છે. આ ઘર જોતા તો ઘણા અજીબ લાગે છે પણ અંદરથી તે ઘણા આરામદાયક હોય છે. ૭૦૦ વર્ષ જુના આ ગામમાં રહેનારા ના હિટરનો ઉપયોગ કરે છે નાં એસીનો ઉપયોગ કરે છે.

પણ આ ઘરને જોતા એક પ્રશ્ન તો આપણા મનમાં જરૂર થાય કે આ ઘરનું નિર્માણ કેવી રીતે અને કેમ થયું હશે? તેનું પાછળનું કારણ એ છે કે આ ગામવાસીઓના પૂર્વજોએ મંગોલોના હુમલાથી બચવા માટે આ પ્રકારના ઘર બનાવ્યાંં હતાં. કંદોવનના શરૂઆતી નિવાસી અહી મંગોલોથી બચવામાટે આસરો લીધો હતો. તેમણે જ્વાળામૂખીના પહાડોમાં ખોદીને તેમનું નિવાસ્થાન બનાવ્યું હતું અને ત્યારથીજ તે તેમનું સ્થાયી ઘર બની ગયું.

પાંચ ફેરા ફ્રીને યુવતી કાઉન્સેલિંગ સેન્ટર પહોંચી 

આજની યુવતી માટે જીવનસાથી વધારે જરૂરી છે કે નોકરી વધારે જરૂરી છે? લગ્નનો દિવસ દરેક યુવતી માટે જીવનનો સૌથી મહત્ત્વનો દિવસ હોય છે. સંખ્યાબંધ યુવતીઓના દાખલા જોવા મળે છે કે લગ્ન કર્યા પછી પતિ કહે કે નોકરી નથી કરવી તો નોકરી છોડી દે છે અને પોતાનો ઘરસંસાર વસાવી લે છે. ઘણી બધી યુવતીઓના લગ્ન વખતે જ પતિ અને સાસરિયાં શરત મૂકે છે કે લગ્ન કરવા હોય તો નોકરી છોડી દેવી પડશે. એમની શરત માનીને મોટાભાગની મહિલાઓ નોકરી છોડી દે છે. ત્યારે ઉત્તરપ્રદેશના ગોન્ડા શહેરમાં રહેતી પ્રજ્ઞાએ સાવ જુદું જ ઉદાહરણ પુરું પાડયું છે.

પ્રજ્ઞાના લગ્ન થઈ રહ્યા હતા. તેના હાથમાં મહેંદી લાગી હતી, શરીરે પાનેતર ધારણ કર્યું હતું. લગ્ન વખતે પહેરવાના તમામ ઘરેણા તે પહેરી ચૂકી હતી. પતિએ તેના સેંથામાં સિંદૂર ભરી દીધું હતું. લગ્નના પાંચ ફેરા ફ્રી ચૂકયા હતા. એવામાં પ્રજ્ઞાને ફેન આવ્યો. તેને કહેવામાં આવ્યું તે તાત્કાલિક કાઉન્સેલિંગ સેન્ટર પહોંચી જાવ. બધા પુરાવાના કાગળ વગેરે લઈને આવી જાઓ. તમારી નોકરીનો એપોઈન્ટમેન્ટ લેટર આપવાનો છે.

તરત જ પ્રજ્ઞાએ પોતાના પતિદેવને કહ્યું કે મારી નોકરીનો એપોઈન્ટમેન્ટ લેટર આપવાનો છે એટલે હમણાં જ જવું પડશે. એમ કહી એ લગ્નના પાનેતરમાં જ માથામાં સિંદૂર સાથે બધા પુરાવા વગેરે લઈને ઓફ્સિ પહોંચી ગઈ. એ ઓફિસ જઈને નોકરીનો નિમણુકપત્ર લઈને પાછી આવી ત્યાં સુધી એના પતિ મંડપમાં રાહ જોતા બેઠા રહ્યા. ગોર મહારાજ પણ બાકીની વીધિ પુરી કરાવવા માટે રાહ જોતા બેસી રહ્યા. પ્રજ્ઞા નિમણુકપત્ર લઈને પાછી ફ્રી પછી બાકીના ફેરા પુરા કરાવવામાં આવ્યા. તેને શિક્ષિકાની નોકરી મળી છે. નોકરી મળતાં પહેલાં જ આ શિક્ષિકાએ બધી બાળાઓને પહેલો પાઠ ભણાવી દીધો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here