હાલમાં એક દુઃખનાં સમાચાર સામે આવી રહ્યાં છે. બોલિવૂડ જગત માટે વર્ષ 2020 ખુબ અપશુકનિયાળ સાબિત થયું છે. સુશાંત સિંહ રાજપૂતથી શરૂ થયેલ મોતનો સિલસિલો જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો એવું લાગી રહ્યું છે. હવે TV અભિનેત્રી તથા વિદ્યા બાલનની સુપરહિટ ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ માં નજરે આવેલી આર્યા બેનરજીનું શંકાસ્પદ અવસ્થામાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
‘ધ ડર્ટી પિક્ચર’ જેવી સુપરહીટ ફિલ્મોમાં કામ કરનાર એક્ટ્રેસ આર્યા બેનરજીનું રહસ્યમય સ્થિતિમાં મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આર્યા બેનરજીનો મૃતદેહ દક્ષિણ કોલકાતામાં આવેલ જોધપુર પાર્કમાં આવેલ એનાં ફ્લેટમાંથી મળી આવી છે. તેની લાશ લોહીથી લથપથ હતી.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, કામવાળી આર્યા બેનરજીના ઘરે કામ કરવા માટે ગઈ હતી પરંતુ અનેકવાર ફોન કર્યા બાદ પણ તેને કોઈ જવાબ મળતો ન હતો. શંકા જવાથી તેણે ઝીલ પોલીસ સ્ટેશનમાં આવીને જાણ કરી હતી. માહિતી મળ્યા પછી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી.
આર્યા બેનરજીનો ફ્લેટ અંદરથી બંધ હતો. પોલીસ ફ્લેટનો દરવાજો તોડીને અંદર ગઈ હતી, પોલીસે ઘરની અંદર પલંગ પર એક્ટ્રેસનો મૃતદેહના નાકમાંથી લોહી વહી રહ્યું હતું તેમજ મોંમાંથી ઉલટી થઈ હતી. આર્યા બેનરજીનું અસલ નામ દેવદત્તા બેનરજી હતું.
તે પ્રસિદ્ધ સિતાર વાદક પંડિત નિખિલ બેનરજીની સૌથી નાની દીકરી હતી. તેણે ફિલ્મ ‘લવ શેક્સ ઔર ધોખા’થી ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારપછી તેણે ‘ધ ડર્ટી પિક્ચર’માં કામ કર્યુ હતું. આર્યાએ વિદ્યા બાલનની ફિલ્મ ડર્ટી પિક્ચરમાં એક નાનો એવો પણ ખુબ અગત્યનો રોલ નિભાવ્યો હતો.
તેઓ એક ગીતમાં વિદ્યા સાથે ટક્કર લેતી દેખાય છે. તેણે ડર્ટી પિક્ચરમાં ‘હનીમૂન કી રાત’ ગીત પર ડાંસ કર્યો હતો. આ ફિલ્મમાં આર્યાએ શકીલ નામનું પાત્ર ભજવ્યુ હતું.