વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય વાણિજ્ય તથા ઉદ્યોગ મહાસંઘ (FICCI)ની 93મી જનરલ મીટીંગ અને વાર્ષિક સંમેલનના ઉદ્ઘાટન સત્રનું સંબોધન કર્યુ. પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા આ સંમેલનનું સંબોધન કર્યુ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2020ની મેચમાં આપણે અનેકવાર સ્થિતિઓને બદલાતા જોઇ છે. પરંતુ વર્ષ 2020 સૌને પાછળ છોડી ગયુ. આપણા દેશ અને સમગ્ર દુનિયાએ આ વર્ષે ઉથલ-પાથલ જોઇ. પીએમે કહ્યું કે સારી વાત એ છે કે કોરોનાના કારણે સ્થિતિ જેટલી બગડી એટલી જ ઝડપથી સુધરી રહી છે.

પીએમ મોદીએ FICCIના 93માં વાર્ષિક એક્સપોનું ઉદ્ઘાટન કર્યુ. આ અવસરે તેમણે કહ્યું કે વર્ષ 2020એ સૌને માત આપી. પરંતુ સારી વાત એ છે કે સ્થિતિ જેટલી ખરાબ થઇ એટલી જ જલ્દી તેમાં સુધાર પણ આવી રહ્યો છે.

પીએમ મોદીએ કૃષિ કાયદાના કર્યા વખાણ

પીએમ મોદીએ કૃષિ સુધારોની ચર્ચા કરતાં કહ્યું કે નવા કૃષિ સુધારોથી ખેડૂતોને ફાયદો થશે. પીએમ મોદીએ કહ્યું કે કૃષિ સાથે સંબંધિત તમામ દિવાલો હટાવી રહ્યાં છીએ. નવા કૃષિ કાયદાથી ખેડૂતોને નવુ બજાર મળશે. નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવક વધશે. પીએમ મોદીએ કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં રોકાણથી ખેડૂતોને ઘણો લાભ થશે. તેમને નવા વિકલ્પો મળશે,નવુ બજાર મળશે.

ભારતના નિર્ણયથી દુનિયા દંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિઓને સંબોધિત કરતાં કહ્યું કે મહામારીના સમયે ભારતે નાગરિકોના જીવનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. તેમણે કહ્યું કે કોરોના કાળ દરમિયાન ભારતે જે નિર્ણય લીધો તેનાથી દુનિયા ચકિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here