કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન સોળમા દિવસે પણ ચાલુ છે. આંદોલનકારી ખેડૂતોનું પ્રદર્શન શનિવારે સત્તરમા દિવસે પહોંચી ગયું છે. પરંતુ તેમનું વલણ સહેજ પણ નરમ નથી થઇ રહ્યું પરંતુ વધુને વધુ ઉગ્ર બની રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યું છે. કારણકે ખેડૂત સંગઠનો દિલ્હી-જયપુર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ટ્રાફિક રોકવાની ચેતવણી આપી છે. તો, બીજી બાજુ હરિયાણામાં ખેડૂતો ટોલ પ્લાઝાને ઘેરવાનું આહવાન કરી ચુક્યા છે. જેને લઈને ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પોલીસ એલર્ટ છે અને સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

ટોલ પ્લાઝા

130 ટોલ પ્લાઝા પર પોલીસની તૈનાતી

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતોએ આજે હાઈવે-જામ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોના વલણને ધ્યાનમાં રાખી યુપીની યોગી સરકાર પણ એલર્ટ થઈ છે. યુપીના 130 ટોલ પ્લાઝા પર પોલીસ અને પીએસીના જવાન તૈનાત કરવામાં આવ્યા છે. આ  ઉપરાંત ખેડૂતો ભાજપના નેતા અને પ્રધાનોનો ઘેરાવ પણ કરશે. ખેડૂતોની જાહેરાતના પગલે હરિયાણા અને દિલ્હીમાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ખેડૂત આંદોલનકારીઓએ ઉચ્ચારી છે ચીમકી

ખેડૂતોએ નવમી ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે, 12 ડિસેમ્બર સુધી જયપુર-દિલ્હી હાઇવે ઠપ્પ કરવામાં આવશે. તેમજ દિલ્હીના રસ્તાઓ તેમજ હાઇવેને પણ જામ કરવામાં આવશે. આ સાથે ખેડૂતોએ નવમી ડિસેમ્બરે સરકારે રજૂ કરલો પ્રસ્તાવ ફગાવ્યો હતો. ખેડૂત નેતાઓનું કહેવું છે કે, જો સરકાર ફરી નવેસરથી પ્રસ્તાવ મોકલશે તો ખેડૂત સંગઠનો તેના પર વિચાર કરશે. આ સાથે જ ખેડૂત સંગઠનોએ આંદોલનને ઉગ્ર બનાવી દેશવ્યાપી પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આંદોલન કરી રહેલા ખેડૂતોની ફક્ત એક જ માંગણી છે કે સરકાર ત્રણેય કાયદાઓ રદ્દ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here