અમદાવાદના માધવપુરામાં સંબંધોને શર્મસાર કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં કૌટુંબિક ભાઈઓએ જ સામાન્ય ઝઘડામાં એવું કૃત્ય કર્યું કે કુટુંબના 2 બાળકો સાથે માતાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

અમદાવાદમાં એસિડ એટેક
ઘટના અમદાવાદના માધવપુરાની છે જ્યાં, મહેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે બાળકો અને મહિલા પર એસિડ એટેક કરાયો હતો. કૌટુંબિક ભાઈઓએ મકાન ખાલી કરાવવા બોલાચાલી કર્યા બાદ વહેલી સવારે બારીમાંથી એસિડ ફેકયું હતું.
મહિલાની સાથે 2 બાળકો પણ દાઝ્યા
મળતી માહિતી મુજબ, આ હુમલામાં પાંચ અને આઠ વર્ષની બાળકીના ચહેરા દાઝી ગયા હતા. એક બાળક અને તેની માતા પણ એસિડ ઉડતા દાઝયા હતા. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે માધવપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.