રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં થોડા સપ્તાહ પહેલા ભીષણ આગ લાગી હતી જેમાં 5 કોરોના દર્દીઓના મોત થયા હતા. સમગ્ર મામલે સીએમ રૂપાણીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. સમગ્ર મામલે, એસીએસ દ્વારા GADને રિપોર્ટ સોંપ્યો છે.
આ કારણે લાગી હતી આગ
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે ACS એ.કે. રાકેશે તપાસ રિપોર્ટ GADને સોપ્યો. રિપોર્ટમાં શોર્ટ સક્રિટના કારણે આગ લાગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે મેડિકલ સાધનમાં આગ લાગી હતી. FSLની તપાસ સાથેનો આ રિપોર્ટ સોપ્યો છ. ભવિષ્યમાં આવી ઘટનાનું પુર્નાવર્તન ન થાય તેના પર સૌથી વધુ ભાર મુક્યો છે. આ ઉપરાંત આવી ઘટના ન બને તે માટે સૂચનો કરાયા છે.
ICUમાં આગ લાગતા 5 લોકો જીવતા ભૂંજાયા હતા
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 05 લોકો જીવતા ભથડું થયા છે. અને 1ની હાલત અત્યંત ગંભીર છે. નોંધનીય છે કે આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોના વાયરસના દર્દીઓ સારવાર હેઠળ હતા, બીજી તરફ અન્ય દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે.
અન્ય દર્દીઓને બચાવી લેવામાં આવ્યા
- ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા જ્યારે 5 દર્દીના થયા છે મૃત્યુ
- રામસિંહ ભાઈ , નિતિનભાઇ બાદાણી અને રશિકલાલ અગ્રવાત ,કેશુભાઈ અકબરી સંજયભાઈ રાઠોડ નામના 5 દર્દીના થયા મૃત્યુ
- સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ને આપવામાં આવી હતી મંજૂરી
- ફાયર સેફટીના સાધનો અને ફાયર NOC સહિત તમામ જરૂરી દસ્તાવેજો હોવાનો હોસ્પિટલ સંચાલકનો દાવો
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી મેળવી….

સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ને આપવામાં આવી હતી મંજૂરી
- બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરાશે – મ્યુ કમિશ્નર ઉદિત અગ્રવાલ
- હોસ્પિટલે એન.ઓ.સી લીધેલી છે – મ્યુ. કમિશ્નર
- એક્ઝિટ ગેટ અંગે તપાસ કરવામાં આવશે – મ્યુ. કમિશ્નર.
- ફાયર સેફટીના સાધનો અને ફાયર NOC સહિત તમામ જરૂરી દસ્તાવેજો હોવાનો હોસ્પિટલ સંચાલકનો દાવો
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી મેળવી….
- બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરાશે – મ્યુ કમિશ્નર ઉદિત અગ્રવાલ
- હોસ્પિટલે એન.ઓ.સી લીધેલી છે – મ્યુ. કમિશ્નર એક્ઝિટ ગેટ અંગે તપાસ કરવામાં આવશે – મ્યુ. કમિશ્નર
સીએમ વિજય રૂપાણીએ માહિતી મેળવી હતી. તેમણે સમગ્ર ઘટનાના તપાસના આદેશ પણ આપ્યા
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં વીતી મધરાતે લાગેલી ભીષણ આગમાં છ દર્દીના કરુણ મોત થયા છે. હોસ્પિટલના બીજા મળો મશીનરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન છે. આ આગ જોતજોતામાં આખા આઇસીયુ વોર્ડમા પ્રસરી હતી. જેમાં એક પછી એક છ દર્દી જીવતા ભડથુ થયાની કરૂણ ઘટના બની છે. હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં ૧૧ દર્દીઓ દાખલ હતા. જેમાંથી છના મોત થયા છે.