કોરોના (Corona)થી બચવા રસી (Vaccine)ની ક્ષમતા વધારવા માટે દુનિયાની બે મોટી સંસ્થાઓએ હાથ મિલાવ્યા છે. એસ્ટ્રાઝેનેકા (Astrazeneca) અને રશિયન સ્પૂતનિક-5 (Sputnik V) રસી બંને સંયોજન કરીને તેના ઉપયોગની દરખાસ્ત સ્વીકારી લેવાઈ છે. એક રિપોર્ટ મુજબ બ્રિટનની એસ્ટ્રાઝેનેકા અને રશિયાના વિજ્ઞાનીએ ટીમ બનાવી છે. આ ટીમ બંને સંસ્થાની રસીના સંયોજનનું પરીક્ષણ કરશે. તેઓ ચકાસશે કે આ કોકટેલથી લોકોને કોરોનાથી બચવામાં અસરકારક કવચ મળી શકે છે કે કેમ.

રશિયાના સોવરેન વેલ્થ ફંડે શુક્રવારના રોજ કહ્યું કે ટ્રાયલ આ વર્ષના અંતમાં શરૂ થશે. જો કોમ્બો વેક્સીન અસરદાર સાબિત થાય છે તો રૂસ તેનું ઉત્પાદન એસ્ટ્રાઝેનેકા સાથે મળીને કરવા માંગે છે.

સીરમ કોવિશિલ્ડમાં ભાગીદાર

આ ટ્રાયલ ભારત માટે મહત્ત્વપૂર્ણ હશે. કારણ કે સીરમ કોવિશિલ્ડ રસી બનાવવામાં ભાગીદાર છે. જ્યારે રશિયન રસી સ્પૂતનિક-5ની ભારતમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલે છે. આ બંને પાસેથી 60 કરોડ ડોઝ ખરીદવા કેન્દ્ર સરકારે કરાર કર્યા છે. દરમિયાનમાં યુકે અને કેનેડા પછી અમેરિકાએ પણ ફાઈઝર-બાયો એનટેકની રસીને મંજૂરી આપવા તરફ પ્રયાણ કર્યું છે.

શું બંને વેક્સીનનો બેઝ એક છે, શું મળીને ધાર તેજ થશે?

એસ્ટ્રાઝેનેકા અને RDIF બંનેની રસી એક સામાન્ય શરદી-તાવવાળા વાયરસ પર આધારિત છે. એક નિવેદનમાં કહ્યું કે બંને મળીને તેની સંભાવનાઓ શોધશે કે બંને રસીની પરસ્પર સફળતાપૂર્વક મળી શકે છે કે નહીં. RDIFના મતે ટ્રાયલમાં 18 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના લોકો સામેલ થશે. આ સોદો રૂસી રસીની દ્રષ્ટિથી સૌથી અગત્યનો છે કારણ કે સ્પુતનિક 5ને પશ્ચિમી દેશોમાં કોઇ મોટો ખરીદદાર મળ્યો નહોતો.

એક કરતાં બે વેસ્કીન શ્રેષ્ઠ?

બ્રિટનના વેક્સીન ટાસ્ક ફોર્સમના પ્રમુખ કેટ બિંઘમ એ કહ્યું કે આવતા વર્ષથી કેટલીય વેક્સીનના કોમ્બિનેશન્સના ટ્રાયલ શરૂ કરાશે. આશા એ વાતની છે કે ઇમ્યુન રિસપોન્સને વધુમાં વધુ વધારી શકાય. આ બંને રસી એક પ્રકારની તકનીક પર આધારિત છે જેને મિક્સ કરવાના પોતાના પડકારો છે. રિસર્ચર્સ બે પ્રકારના અપ્રોચ પર કામ કરી રહ્યા છે. એક રીતે બે શોટ્સ માટે અલગ-અલગ વાયરસ વેકટર્સનો ઉપયોગ જ્યારે બીજામાં બે વેક્સીનને મિક્સ કરવાનો પ્લાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here