દુનિયામાં કોરોના મહામારીએ ઘણા દેશોની હાલત ખરાબ કરીને મૂકી દીધી છે. સતત વધી રહેલા કેસ અને મોત બધાની ચિંતાને વધારી મૂકી છે. ભારતમાં સ્થિતિ સુધરી રહી છે પરંતુ કોરોનાનો કહેર હજુ પણ ચાલુ જ છે. આ મુશ્કેલ સમયમાં ઘણા લોકોની મદદે ન માત્ર આ લડાઈને સરળ બનાવી છે પરંતુ ઘણા લોકોની જાન પણ બચાવી છે. આ દિશામાં ઘણા બોલીવુડ સિલેબ્સના નામ આવે છે.

હવે ફિલ્મ ડિરેક્ટર (Film Director) રોહિત શેટ્ટી (Rohit Shetty)ના કામથી મુંબઈ પોલીસ (Mumbai Police) ઘણી પ્રભાવિત થઈ છે. ડાયરેક્ટરે કોરોના કાળમાં ફ્રન્ટલાઈન વર્કસની જે રીતે મદદ કરી છે તે જોઈને મુંબઈ પોલીસે રોહિત શેટ્ટી (Rohit Shetty)નું સન્માન કર્યું છે. સોશિયલ મીડિયા (Social Media) પર રોહિત શેટ્ટી (Rohit Shetty)ની મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ સાથેનો એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં પોલીસ કમિશ્નર દ્વારા રોહિતનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું છે.

મુંબઈ પોલીસ તરફથી આ અંગે એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં લખ્યું છે કે, અસલી દિલવાલે, હોટલ બુક કરવાથી લઈને ફ્રન્ટલાઈન વર્કર્સની દવાનો ખર્ચો ઉઠાવવા સુધી રોહિત શેટ્ટીએ કાબિલે તારીફ કામ કર્યું છે. મુંબઈ પોલીસ તેમનો આભાર માને છે અને તેમના કામની પ્રશંસા કરે છે.

રોહિત શેટ્ટી સિવાય અમિતાભ બચ્ચન, ઋતિક રોશન, સોનુ સૂદ જેવા મોટા ફિલ્મ સ્ટાર્સે પણ દિલ ખોલીને લોકોની અને સરકારની મદદ કરી છે. કોઈએ ગરીબો સુધી રાશન પહોંચાડ્યું છે તો કોઈએ પીપીઈ કીટની સગવડ કરી આપી છે. કોઈએ પ્રવાસી મજૂરો માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી છે, તો કોઈએ માસ્ક વહેંચ્યા છે. બધાના કામ ભલે અલગ હતા પરંતુ તેનો ધ્યેય કોરોનાની લડાઈમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો છે.

રોહિતના વર્કફ્રન્ટની વાત કરીએ તો રોહિત શેટ્ટી તેની આગામી ફિલ્મ સૂર્યવંશી રીલિઝ થવાની રાહ જોઈ રહ્યો છે. ફિલ્મને આગામી વર્ષના જાન્યુઆરીથી માર્ચ મહિના વચ્ચે રીલિઝ કરવાની તૈયારી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ મુખ્ય રોલમાં જોવા મળશે. તે સિવાય તે રણવીર સિંહ સાથે ફિલ્મ સર્કસ પર પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ સાથે તે તેની ઓલટાઈમ ફેવરિટ ગોલમાલ ફિલ્મની 5મી સીરિઝ પર પણ કામ ટૂંક સમયમાં ચાલુ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here