કોરોના કાળમાં ગુજરાત મોડલની સચ્ચાઈ સામે આવી છે. સમગ્ર દેશમાં જ્યાં ગુજરાત મોડલની ચર્ચા થઈ રહી છે. પણ આ જ ગુજરાતે કોરોનાકાળમાં લાખો લોકોને ભૂખ્યા સુવા માટે મજબૂર કર્યા છે. અન્ન સુરક્ષા અધિકાર અભિયાન (ASAA) એ હંગર વોચ સર્વેમાં જણાવ્યા પ્રમાણે કોરોનાકાળમાં 20.6 ટકા ઘરોમાં લોકોને પુરતૂ ખાવાનું મળ્યુ નથી, કેટલીય વખત તો તેમને ભૂખ્યા સુવાનો પણ વારો આવ્યો છે. 21.8 ટકા ઘરોમાં એવી સ્થિતી હતી કે, દિવસમાં એક વાર ખાવાનું માંડ માંડ મળતુ હતું.
હકીકતમાં જોઈએ તો, લોકડાઉનથી પ્રભાવિત થયા બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં હંગર વોચ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે ગુજરાતના નવ જિલ્લામાં કરવામાં આવ્યો હતો. જેમા અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, મોરબી, નર્મદા, પંચમહાલ અને વડોદરાનો સમાવેશ થાય છે. સર્વેમાં ખુલાસો થયો છે કે, ગુજરાતમાં જરૂરી સામાનની વહેંચણી ખૂબ જ ઓછી થઈ છે. એઠલુ જ નહીં, રાજ્યમાં ઘણા બધા લોકો રાશન કાર્ડનો ઉપયોગ પણ કરી શક્યા નથી.

આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, ગુજરાતની ભાજપ સરકારે પરિવારોને યોગ્ય જાણકારી પણ આપી નથી. આમાથી મોટા ભાગના લોકો વંચિત સમુદાયમાંથી આવે છે. નવા રાશન કાર્ડ પણ બનાવ્યા નથી. કેટલાય તાલુકામાં કોવિડના કારણે કમિટી મિટીંગ પણ નથી થઈ, અને લોકોને રાશન પણ મળ્યા નથી.
સર્વેમાં લોકોને ખાવા પિવાનું પૂછવામાં આવ્યુ હતું. જેમાં તેમણે બતાવ્યુ હતું કે, લોકડાઉન દરમિયાન અનાજનું વેચાણ ખૂબ ઓછુ થયુ હતું. ઘઉં અને ચોખાના વેચાણમાં 38 ટકાનો ઘટાડો થયો હતો. શાકભાજીનો પણ લોકોએ ખૂબ ઓછો ઉપયોગ કર્યો છે. આ સર્વેમાં 91 લોકો ગામડાઓના સામેલ થયા હતા.