ક્યારેક-ક્યારેક એવું થાય છેકે,કિસ્મત બદલાઈ જાય છે. લક વિશે કંઈ જ ખબર પડતી નથી. કંઈક એવું થઈ જાય કે ક્યારેય વિચાર્યુ પણ ન હોય. એવો જ એક મામલો થાઈલેન્ડથી સામે આવ્યો છે. અહીં એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો. માછીમારનાં હાથમાં લાગી વ્હેલ માછલીની ઉલ્ટી જેના કારણે તે કરોડપતિ બન્યો છે.
25 કરોડની આસપાસ કિંમત
ખાનગી મીડિયા મુજબ, આ માછીમારનું નામ નારિસ છે. તે પહેલાં તો વ્હેલની ઉલ્ટીને સામાન્ય પથ્થરનો ટુકડો સમજી રહ્યો હતો. બાદમાં જાણ થઈ કે, તેની કિંમત 24 લાખ પાઉન્ડ (લગભગ 25 કરોડ રૂપિયા) છે. જણાવી દઈએકે, તેનું વજન લગભગ 100 કિલો છે. તેની સાથે જ તે અત્યાર સુધીમાં મળેલું એમ્બરગ્રીસનો સૌથી મોટો ટુકડો છે.

48 હજાર રૂપિયા મહિને કમાય છે
જણાવી દઈએકે, નારિસ મહિનામાં 500 પાઉન્ડ એટલેકે 48 હજાર રૂપિયાની આસપાસ કમાઈ લે છે. પહેલાં તો તે તેને ચટ્ટાનનો એક ટુકડો સમજી રહ્યો હતો. તેને એમ્બરગ્રીસ પણ કહેવામાં આવે છે. નારિસનું કહેવું છેકે, એક બિઝનેસમેને તેને વાયદો કર્યો છેકે, જો તેની ક્વોલિટી સારી નીકળશે તો તેના માટે તેને કિલોદીઠ 23,740 પાઉન્ડની કિંમત આપવામાં આવશે. એટલે સુધીકે, નારિસે સુરક્ષા માટે પોલીસને પણ તેના વિશે જાણ કરી છે.

મોઢામાંથી કાઢે છે વ્હેલ
એમ્બરગ્રીસ વ્હેલની આંતરડામાંથી નીખળતું સ્લેટી અથવા કાળા રંગનું એક સખત, મીણ જેવું જ્વલનશીલ પદાર્થ હોય છે. તેને ઘણીવાપ વ્હેલ મોઢામાંથી નીકાળી દે છે. આ વ્હેલનાં શરીરમાં તેની રક્ષા માટે પેદા થાય છે, જેથી તેના આંતરડાને સ્ક્વિડની તેજ ચાંચથી બચાવી શકાય. વ્હેલ મુદ્ર તટથી ઘણી અંદર રહે છે, એવામાં તેનાં શરીરમાંથી નીકળતા આ પદાર્થને સમુદ્ર તટ સુધી આવવામાં વર્ષો વીતી જાય છે.