દેશભરમાં રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેંટ સિસ્ટમ (RTGS)ની 24 કલાકની સુવિધા દેશભરમાં રાત્રે 12.30 વાગ્યેથી શરૂ કરી દેવામાં આવી છે. આ સેવા દેશમાં હવેથી 24 કલાક શરૂ રહેશે. જેનાથી ડિજિટલ લેનદેન કરનારાઓને વધુ લાભ થશે. અને બે લાખથી વધુની રકમની ઓનલાઇન લેતીદેતી કરી શકશે.આ સાથે જ ભારત એ દેશોમાં સામેલ થઇ ગયો છે કે જ્યાં આ સુવિધા રાતદિવસ કામ કરે છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી, દાસે આ સેવા શરૂ થતા આરબીઆઇ, આઇએફટીએએસ અને સર્વિસ પાર્ટર્નર્સની ટીમને શુભેચ્છા પાઠવી હતી.

rtgs

24 કલાક માટે RTGSની સુવિધા

આરબીઆઇએ અગાઉ ઓક્ટોબર મહિનામાં RTGS સુવિધાને 24 કલાક માટે શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલ એફઇએફટીની સુવિધા પહેલાથી જ શરૂ છે. જોકે તેમાં માત્ર દિવસે જ સવારે સાત વાગ્યેથી સાંજે છ વાગ્યા સુધી જ શરૂ હતી જેને હવે 24 કલાક કરી દેવામાં આવી છે.

આરટીજીએસ મોટી રકમના ઇલેક્ટ્રોનિક્સ લેનદેનમાં કામ આવનારી સિસ્ટમ છે. જ્યારે વર્તમાન સેવા એફઇટીએફટીમાં માત્ર બે લાખ રૂપિયા સુધીનું જ ઓનલાઇન ટ્રાંઝેક્શન કે લેનદેન થઇ શકે છે.

RTGSથી દરરોજ 6.35 લાખ લેનદેન

આરટીજીએસની (RTGS) શરૂઆત માર્ચ 2006માં થઇ હતી, ત્યારે માત્ર ચાર બેંક જ આ સેવા આપતી હતી. વર્તમાન સમયમાં હાલ આરટીજીએસથી (RTGS)દરરોજ 6.35 લાખ લેનદેન થાય છે. દેશની લગભગ 237 બેંક આ સિસ્ટમના માધ્યમથી 4.17 લાખ કરોડ રૂપિયાની લેનદેન પ્રતિદિન પુરી કરે છે.

નવેમ્બરમાં આરટીજીએસથી સરેરાશ 57.96 લાખ રૂપિયાની લેનદેન કરવામાં આવી હતી. મોટી રકમની લેનદેનમાં આ પદ્ધતી વધુ ઉપયોગી સાબિત થઇ રહી છે. અને હવે તેને 24 કલાક માટે શરૂ કરી દેવામાં આવી છે. હવેથી ગમે ત્યારે બે લાખથી વધુની રકમની ઓનલાઇન લેનદેન કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here