ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હિમવર્ષાને પગલે તાપમાન માઇનસ 10 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું, જેને પગલે અનેક રાજ્યોમાં ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થઇ રહી છે જેને પગલે ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ સહિતના ઉત્તર ભારત પર તેની અસર જોવા મળી રહી છે.કાશ્મીરના ગુલમર્ગમાં તાપમાન માઇનસ 7.6 ડીગ્રીએ પહોંચી ગયું હતું જ્યારે હિમાચલ પ્રદેશના કિલોંગમાં તાપમાન માઇનસ 10 ડીગ્રી નોંધાતા લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હિમવર્ષા, કડકડતી ઠંડી અને ધુમ્મસ વાળુ વાતાવરણ બની ગયું છે. આગામી બેથી ત્રણ દિવસમાં તાપમાનનો પારો હજુ પણ બેથી ત્રણ ડીગ્રી ઘટવાની શક્યતાઓ છે. જોકે મધ્ય અને પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનના પારામાં કોઇ મોટા ફેરફાર નથી જોવા મળ્યા, આગામી ચાર પાંચ દિવસ બાદ પશ્ચિમ અને મધ્ય ભારતમાં પણ ઠંડીનો પારો ગગડી શકે છે.

હિમવર્ષા

વરસાદને કારણે પણ ધુમ્મસનું પ્રમાણ વધ્યું

દિલ્હીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે તાપમાન ઘટી રહ્યું છે અને મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસ વાળુ વાતાવરણ છે, સવારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. શનિવારે પડેલા વરસાદને કારણે પણ ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે.

સવારે દિલ્હીમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી 200 મિટર સુધી પહોંચી ગઇ હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં તે 100 મિટર સુધી નોંધાઇ હતી. રવિવારે દિલ્હીમાં તાપમાન 11.5 ડીગ્રી આસપાસ રહ્યું હતું, જેને પગલે ઠંડીની અસર જોવા મળી હતી. જ્યારે સોમવારે તાપમાન હજુ પણ ઘટીને 10 ડીગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે.

હિમાચલ પ્રદેશમાં કિલોંગમાં તાપમાન માઇનસ 10.7 ડીગ્રી

હિમાચલ પ્રદેશમાં કિલોંગમાં તાપમાન માઇનસ 10.7 ડીગ્રીએ પહોંચી ગયું હતું, મનાલીમા તાપમાન માઇનસ 2 ડીગ્રી પહોંચી જતા પર્યટકોએ હાલાકીનો સામનો કરવો પડયો હતો. અહીંના જેનજેહલીમાં 11 એમએમ બરફ પડયો હતો. ઉત્તર પ્રદેશમાં વરસાદ પડયો હતો તેથી અહીંના લખનઉમાં લઘુતમ તાપમાન 11.6 ડીગ્રી નોંધાયું હતું.

પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, અહીંના અમૃતસર, લુિધયાણા અને પઠાણકોટમાં ધુમ્મસ વાળુ વાતાવરણ જોવા મળ્યું હતું. મધ્ય પ્રદેશમાં પણ તેની અસર જોવા મળતા ધુમ્મસ વાળુ વાતાવરણ રહ્યું. ચંડીગઢમાં તાપમાન 13 ડીગ્રીએ પહોંચી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here