અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં બિડેન સામે હારી ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પે  આ સ્થાને ટકી રહેવાના મારેલા હવાતિયા વચ્ચે તેમના હજારો સમર્થકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હજારોની સંખ્યામાં વોશિંગટનની ગલીઓ માનવ મહેરામણથી ઉભરાઈ હતી. નોંધપાત્ર છે કે ટ્રમ્પ ગમે તેમ કરીને ફરીથી  પ્રમુખ બનવાના મરણીયા પ્રયાસ કરી રહ્યા હોવાનું બિડેનના સમર્થકોએ કહ્યું હતું.

ટ્રમ્પ સમર્થકો અને વિરોધીઓ વચ્ચે થઈ હિંસક અથડામણ

ટ્રમ્પ ગમે તેમ કરીને ફરીથી  પ્રમુખ બનવાના મરણીયા પ્રયાસ

શનિવારે ટ્રમ્પના સમર્થકો અને વિરોધી વચ્ચે છુટાછવાયા મારામારીના બનાવો બન્યા હતા. ટીવી સમાચારો અનુસાર ચાર જણા પર ચાકુથી હુમલો કરાતા તેમને હોસ્પિટલે ખસેડાયા હતા. મેટ્રોપોલીટન પોલીસે 23 જણાની ધરપકડ કરી હોવાનું કહ્યું હતું. બિડેનને અમેરિકાના 46માં પ્રમુખ જાહેર કરવા ઇલેકટ્રોલ કોલેજની બેઠકના માત્ર બે દિવસ પહેંલા જ ટ્રમ્પના સમર્થકોએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યુ હતું.20 જાન્યુઆરીએ વિદાય લેનાર ટ્રમ્પે હારને સ્વીકારી નથી અને ફ્રોડ તેમજ મત ગણતરીમાં ચેંડા કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા જેને ફેડરલ તેમજ રાજ્યોના સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવાયા હતા.

ટ્રમ્પના સમર્થકોએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યુ

ટ્રમ્પે રેલીઓ કાઢવા અંગે સામાન્ય રીતે જાહેર રજા મનાતા શનિવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.’વાઉ,સ્ટોપ ધી સ્ટીલ માટે વોશિંગ્ટનમાં હજારો લોકો ભેગા થયા, મને તો આની જાણ જ નહતી. પણ હું તેમને ટુંક સમયમાં મળીશ’એમ તેમણે ટ્વિટ કર્યું હતું. ટ્રમ્પ બપોરે યુએસ મિલિટ્રી એકેડમી, વેસ્ટ પોઇન્ટ, ન્યોયોર્ક જવા રવાના થયા હતા. નેશનલ મોલ પરથી મરિન વેન હોલિકોપ્ટર ઉડયું ત્યારે નીચે ઊભેલા લોકોએ ટ્રમ્પ માટે ચીસો પાડી હતી. એ વખતે ટ્રમ્પે તાજેતરમાં જેમને માફ કર્યા હતા તે પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇકલ ફલીન મંચ પરથી બોલી રહ્યા હતા.

નેશનલ મોલ પરથી મરિન વેન હોલિકોપ્ટર ઉડયું ત્યારે નીચે ઊભેલા લોકોએ ટ્રમ્પ માટે ચીસો પાડી

એક મહિના પહેલા વોશિંગ્ટનમાં ટ્રમ્પ તરફી રેલી ખાતે સમર્થકોને જોઇને ટ્રમ્પ અત્યંત ઉત્સાહી બની ગયા હતા અને તેઓ વર્જીનીયા જતી વખતે તેઓ મોટરબાઇક પર નીકળ્યા ત્યારે તેમના સમર્થકો ખુબ ઉત્સાહમાં આવી ગયા હતા. આશરે દસથી પંદર હજાર દેખાવકારો મોડી સાંજે વિખરાઇ ગયા હતા, પણ  વ્હાઇટ હાઉસ પાસે બ્લેક લાઇવ્ઝ મેટ્ર પ્લાઝા ખાતે  ટ્રમ્પના સમર્થકો અને વિરોધી વચ્ચે છુટા હાથની મારામારી જરૂર થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here