અમદાવાદ શહેર માં દિવાળી પર જીવલેણ કોરોના વાયરસના કેસોમાં થયેલો ભારે વધારો ક્રમશ: ઘટવા માંડયો છે. કેટલાંક ડોક્ટરો અગાઉથી જ કહેતા હતાં કે નવેમ્બરમાં ‘પીક’ આવશે. તેઓ આ સ્થિતિને પીક કહે છે, જ્યારે કેટલાંક તેને સેકન્ડવેવ – બીજી લ્હેર કહે છે. અમુક ડોક્ટરો આ સ્થિતિને કોમ્યુનિટી સ્પ્રેડિંગનો તબક્કો કહે છે. જોકે આ તબક્કામાંથી બહાર નીકળવા માંડયા તે બાબત રાહત આપનારી છે. દરમ્યાનમાં આજે સરકારી યાદી મુજબ વધુ 239 કેસ નોંધાયા છે.

કેટલાંક ડોક્ટરો અગાઉથી જ કહેતા હતાં કે નવેમ્બરમાં ‘પીક’ આવશે

બીજી તરફ સારવાર લઈ રહેલાં દર્દીઓમાંથી આઠના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે સાજા થઈ ગયેલા 257 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોનો આંકડો 55296ને આંબી ગયો છે. જેમાંથી 2120 દર્દીઓએ તેમના જીવ ખોયા છે. તેમજ સાજા થઈ ગયેલા 45570 લોકોએ પૂર્વવત કામગીરી શરૂ કરી દીધી છે. દરમ્યાનમાં એકટિવ કેસો ઘટીને 2530 થઈ ગયા છે.

એકટિવ કેસો ઘટીને 2530 થઈ ગયા છે.

જેમાં પશ્ચિમ ઝોન, ઉત્તરપશ્ચિમ ઝોન, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 1356 અને નદીના પૂર્વકાંઠાના મધ્યઝોન, દક્ષિણઝોન, પૂર્વઝોન, ઉત્તરઝોનના 1174 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. માર્ચમાં કોરોનાના પહેલાં બે કેસો નવાપશ્ચિમ અને પશ્ચિમઝોનમાં નોંધાયા હતા. ત્યારબાદ હોટસ્પોટ બની ગયા હતા. મધ્યઝોન અને દક્ષિણઝોન હાલ સ્થિતિ પલ્ટાઈ છે અને નવાપશ્ચિમ તેમજ પશ્ચિમના વિસ્તારો હોટસ્પોટ બની ગયા છે.

મધ્યઝોન અને દક્ષિણઝોન હાલ સ્થિતિ પલ્ટાઈ

નવા નોંધાતા દર્દીઓની સંખ્યા ઘટતાં ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ અને મ્યુનિ.ના કોટાના બેડ મોટી સંખ્યામાં ખાલી પડયા છે. એસવીપી અને સિવિલ હોસ્પિટલ ઉપરનો ધસારો પણ ઘટી ગયો છે. મૃત્યુ પાંચથી આઠ વચ્ચે રહે છે. માઈક્રો કન્ટેન્મેન્ટના વિસ્તારો ઘટીને 90ની અંદર થઈ ગયા છે. બીજી તરફ સરકારે મ્યુનિ.ની ફેબુ્રઆરીમાં ચુંટણી યોજવી હશે તો આ જ સ્થિતિ જળવાઈ રહે, દર્દીઓ ઘટતા જાય તે જોવું પડશે તેમ જણાય છે. જોકે ઘટતા કેસો વચ્ચે પણ મૃત્યુઆંક ઉંચો રહે છે, તે બાબત ચિંતાજનક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here