વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 15મી ડિસેમ્બરે કચ્છના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે.અગાઉ બે દિવસીય પ્રવાસે આવવાના હતાં પણ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયો છે. વડાપ્રધાન મોદી માત્ર પાંચ કલાક માટે જ કચ્છ આવી રહ્યાં છે. મોદીના આગમનને પગલે માંડવી અને ધોરડોમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને એસપીજી કમાન્ડોએ ધામાં નાખ્યા છે.
વડાપ્રધાન મોદી માત્ર પાંચ કલાક માટે જ કચ્છ આવી રહ્યાં છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ડિસેમ્બરે દિલ્હીથી સાડા અગિયાર વાગે કચ્છ આવવા રવાના થશે. બપોરે દોઢ વાગે તેઓ ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે ત્યાંથી હેલિકોપ્ટર મારફતે માંડવી પહોચશે જ્યાં ડિસેલિશેન પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરવામાં આવશે.

જ્યાં ડિસેલિશેન પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરવામાં આવશે
આ ઉપરાંત વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. સાંજે સાડા પાંચ વાગે નરેન્દ્ર મોદી સફેદ રણનો નજારો માણશે. યુપીમાં ટેન્ટસિટીના ખોટા બિલો રજૂ કરતાં લલ્લુજી એન્ડ સન્સને બ્લેકલિસ્ટ કરાઇ હતી. આ જ લલ્લુજી કંપનીને છેલ્લા કેટલાંય વર્ષોથી રણોત્સવમાં ટેન્ટસિંટીનો કોન્ટ્રાક્ટ મળી રહ્યો છે. એવી ચર્ચા છેકે, કૌભાંડને પગલે વડાપ્રધાન મોદીએ ધોરડોમાં ટેન્ટસિટીમાં રોકાવવાનું માંડી વાળ્યુ છે. માત્ર પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે. મોદીના આગમનને પગલે સમગ્ર તંત્ર કામે લાગ્યુ છે અને એસપીજી કમાન્ડો સહિત પોલીસે મોરચો સભાળ્યો છે.