કોરોના કાળમાં પોતાની પરવાહ કર્યા વિના ફરજ બજાવતા રાજ્યભર એમબીબીએસના ઈન્ટર્ન ડોક્ટર્સ આજથી સ્ટાઈપેન્ડ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ડોક્ટર્સનો આક્ષેપ છે કે, કોરોના કાળમાં પણ અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં સ્ટાઈપેન્ડ ઓછું આપવામાં આવે છે. મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી, કર્ણાટક, પંજાબ , હરિયાણામાં વધારે સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.

ઈન્ટર્ન ડોક્ટર્સ આજથી સ્ટાઈપેન્ડ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર

મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી, કર્ણાટક, પંજાબ , હરિયાણામાં વધારે સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે

MBBS નો અભ્યાસ પૂર્ણ કરી ઇન્ટરનશીપ કરતા ડોક્ટરને માત્ર 12 હજાર 800 રૂપિયા અપાય છે. જેથી સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માગ સાથે હડતાળની જાહેરાત કરવામાં આવી. સોશિયલ મીડિયામાં ઈન્ટર્ન ડોકટરોએ એક પોસ્ટ મુકી છે.જેમાં લખવામાં આવ્યુ છે કે, ઈન્ટર્ન ડોકટરો એપ્રિલ મહિનાથી કોવિડ સેન્ટરમાં ફરજ બજાવે છે.. અંદાજે 300  તબીબો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે…. ત્યારે તેમને જે 12 હજાર 800 જેટલું વેતન આપવામાં આવે છે તે અન્ય રાજ્યોથી ઓછું છે.

  • રૂ.૧૨,૮૦૦થી વધારી સ્ટાઈપેન્ડ આેછામાં આેછું. રૂ. ૨૦ હજાર કરવાની માંગ
  • એપ્રિલ માસથી ગણીને તેનું એિરયર્સ ચુકવવામાં આવે
  • ઈન્ટર્ન તબીબોની ઈન્ટર્નશિપ પુરી થતા તમામને બોન્ડમુક્ત કરવા
  • કોરોનાકાળમાં ફરજ બદલ માનદ વેતન રૂપે મહેનતાણું ચૂકવાય
  • માનદ વેતન રૂપે પ્રતિદિન રૂ ેક હજારનું મહેનતાણું આપવાની માંગ

સ્ટાઈપેન્ડ વધારવાની અનેક રજૂઆતો બાદ પણ સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ન લેતા અંતે રાજ્યની સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ તથા સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઈન્ટર્ન ડોક્ટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. અંદાજે ૨ હજારથી વધારે ઈન્ટર્ન ડોક્ટરો આ હડતાળમા જોડાશે.

ઈન્ટર્ન તબીબોની ઈન્ટર્નશિપ પુરી થતા તમામને બોન્ડમુક્ત કરવા

એમબીબીએસનો અભ્યાસ કરતા વિવિધ વર્ષના મેડિકલ સ્ટુડન્ટસને કોવિડ સહાયકની ડયુટી બાદ ડયુટી પાછી ખેંચવા અથવા સ્ટાઈપેન્ડ આપવાની ઉગ્ર માંગ સાથે શરૃ થયેલો વિવાદ જ્યાં શમી ગયો છે ત્યાં હવે સરકારી મેડિકલ કોલેજોના એમબીબીએસ પૂર્ણ કરી ચુકેલા અને સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઈન્ટર્ન ડોક્ટરોએ  સ્ટાઈપેન્ડ વધારવાની ઉગ્ર માંગ સાથે હડતાળ પર જવાની ચીમકી આપતા સરકાર ફરી એકવાર મુંઝવણમાં મુકાઈ છે.

ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજો તથા જીએમઈઆરએસ મેડિકલ કોલેજો  અને તેની સાથે સંલગ્ન સિવિલ હોસ્પિટલોમાં ફરજ બજાવતા એમબીબીએસ પૂર્ણ કરી ચુકેલા ઈન્ટર્ન ડોક્ટરોએ કોલેજોના ડીન ઉપરાંત સરકારના આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆત કરી છે કે  એપ્રિલ માસથી સતત ફરજ બજાવી રહેલા ઈન્ટર્ન ડોક્ટરોને ઓપીડી ,આઈસીયુ તથા કોવિડ-૧૯ સહિતની  વિવિધ કામગીરી સોંપવામા આવી છે. આ દરમિયાન ૧૫૦ સરકારી ઈન્ટર્ન તબીબો કોરોના સંક્રમિત થયા છે.અમને માત્ર ૧૨,૮૦૦ માસિક નાણાકીય વેતન અપાયુ છે જે અન્ય રાજ્યોની સરખામણીએ તથા   કોવિડ સહાયકની ડયુટી માટે મેડિકલ સ્ટુડન્ટસને અપાય  વેતનની સરખામણીએ ઘણું ઓછું  છે.

ઈન્ટર્ન ડોક્ટરોએ  સ્ટાઈપેન્ડ વધારી  ૨૦  હજાર રૃપિયા કરવા તથા આ ઠરાવનો અમલ એપ્રિલ ૨૦૨૦થી લાગુ કરવા, તમામ ઈન્ટર્ન તબીબો દ્વારા એપ્રિલ મહિનાથી બજાવવામા આવેલ ફરજના સમયને બોનડ સમયગાળામા ૧ઃ૧ ગણીને એક વર્ષની ઈન્ટર્નશિપ પુરી થયે તમામ ઈન્ટર્ન તબીબોને બોન્ડ મુક્ત ગવણા તથા ઈન્ટર્ન તબીબો દ્વારા આજ સુધી બજાવવામા આવેલ કોવિડ ફરજના દિવસોના પ્રોત્સાહિત માનદ મહેનતાણા રૃપે રોજના ઓછામાં ઓછા એક હજાર રૃપિયા લેખે આપવા સહિતની ત્રણ માંગો  કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here