દૂધ સાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીની સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મહેસાણામાં તેમના સમર્થકો દ્વારા આજે રેલીની જાહેરાત કરવામાં આવી છે. રેલીને ધ્યાનમાં રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આ સાથે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. જેથી ચારથી વધુ લોકો એકત્ર નહી થઈ શકે.. ધરપકડ બાદ રવિવારે વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમના ચાર દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.

રવિવારે વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર વખતે દુષ્કાળની સર્જાયેલી પરિસ્થિતિમાં મહેસાણા દૂધસાગર ડેરીએ વગર ઠરાવે સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલ્યું હતું. જેમાં 22.50 કરોડનો ખર્ચ ફેડરેશને આપવાની ના પાડતા ડેરીના કર્મચારીઓને વધારાનો પગાર આપી પરત લેતા સમગ્ર કૌભાંડ આચરાયું હતું. હજુ પણ ટ્રીબ્યુનલ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે.

હજુ પણ ટ્રીબ્યુનલ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે

વિપુલ ચૌધરી જ્યારે મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન હતા ત્યારે શરદ પવાર કેન્દ્રના કૃષિમંત્રી હતા. આ સમયે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિપુલ ચૌધરીએ વગર ઠરાવ કર્યે 22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્ર સરકારને આપ્યું હતું. ત્યારબાદ આ પૈસા ફેડરેશનને ચુકવવા માટેનો હુકમ કર્યો હતો. પરંતુ ઠરાવ થયેલો ન હોવાથી ફેડરેશને આ રકમ ચુકવવાનો નનૈયો ભણ્યો હતો.

ત્યારબાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને ટ્રીબ્યુનલ કોર્ટે સમગ્ર પૈસા વિપુલ ચૌધરીને જમા કરવાનો આદેશ કર્યો હતો. આ પૈસા જમા કરવા સમયે ડેરીના જે તે સમયના ચેરમેને કર્મચારીઓને પગાર અને બોનસ આપ્યા હતા તેમજ આ બોનસ કર્મચારીઓ પાસેથી પરત લઈ ટ્રીબ્યુનલ કોર્ટમાં જમા કરાવ્યા હતા. હજુ આ કેસમાં ટ્રીબ્યુનલને પૈસા જમા કરાવવાના થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here