દેશમાં જાન્યુઆરીમાં કોરોનાની રસી માટે અભિયાન શરૂ થવાનું છે. અને ઓક્ટોબર માસ સુધીમાં દેશના તમામ લોકોને કોરોનાની રસી મળી શકે છે. આ પ્રકારનો દાવો સીરમ ઈન્ટિટ્યૂટના સીઈઓ અદાર પુનાવાલાએ કર્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, રસીકરણ બાદ જનજીવન સામાન્ય થઈ જશે. સીરમને ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે.
જાન્યુઆરીથી ભારતમાં શરૂ થશે કોરોના વેક્સીનેશન

ગત દિવસે પીએમ મોદીએ સીરમની મુલાકાત લીધી હતી. અને રસીની તૈયારીની સમીક્ષા કરી હતી. જે બાદ અદાર પુનાવાલાએ જણાવ્યુ હતુ તે, અમારૂ પહેલું લક્ષ એસ્ટ્રાજેનકાની રસી દેશમાં પહેલા આપવામાં આવે.. જે બાદ સીરમ આ રસીને દુનિયાના અન્ય દેશને આપવાની તૈયારી કરશે.સિરમ ઇન્સ્ટિટ્યુટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે અમને આશા છે કે ઓક્ટોબર 2021 સુધી ભારતમાં તમામ લોકોને રસી અપાઈ જશે., ત્યારબાદ સામાન્ય જીવન ફરી શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું, ‘આ મહિનાના અંતે એક ઇમરેન્સી લાઇસેન્સ મળી શકે છે, પરંતુ વધુ ઉપયોગ માટેનું લાઇસેન્સ પાછળથી મળી શકે છે.
અમને આશા છે કે ઓક્ટોબર 2021 સુધી ભારતમાં તમામ લોકોને રસી અપાઈ જશે

આદર પૂનાવાલાએ કહ્યું કે, ‘અમને વિશ્વાસ છે કે જો નિયામક એક સારા સંકેત આપે છે, તો ભારતમાં રસીકરણની ઝુંબેશ 2021 સુધી ચાલુ થઈ શકે છે. જે દિવસે ભારતની જનસંખ્યાના 20 ટકા લોકો કોરોના વાયરસની રસી લાગી ગઈ તેનાથી આત્મવિશ્વાસ અને ભાવનાઓનું પુનરુત્થાન થશે. ‘