દુનિયામાં કોરોનાના વાઇરસના હાહાકાર વચ્ચે પ્રાણીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.અમેરિકાના એક ઝૂમાં બરફમાં રહેતા ત્રણ દીપડા કોરોના સંક્રમિત થયા છે. અમેરિકાના સુઈસવિલે પ્રાણીસંગ્રહાલયમાં ત્રણ દીપડા કોરોનાના શિકાર બન્યા.બરફમાં રહેતા દીપડાને કોરોનાનો ચેપ લાગ્યા બાદ દીપડા આ પ્રકારની છઠ્ઠી પ્રજાતિ બન્યા છે.

અમેરિકાના કૃષિ વિભાગના રાષ્ટ્રી પશુ ચિકિત્સા સેવા પ્રયોગશાળાએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, દીપડામાં શ્વાસ લેવાની બીમારી જણાતા દીપડાના સેમ્પ લેવામાં આવ્યા.

લુઇસવિલે પ્રાણીસંગ્રહાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તેમના પણ નજર રાખવામાં આવી રહી છે. જો કે તેમના સ્વસ્થ થવાની આશા છે. પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યું કે અન્ય જાનવરમાં લક્ષણો જોવા મળ્યા નથી.

ત્રણેય દીપડામાં કોરોનાના હળવા લક્ષણ મળી આવ્યા છે. માણસો માટે જોખમી વાઇરસ પ્રાણીઓમાં માટે ઓછો જોખમી છે. જ્યાં સુધી ત્રણેય દીપડા સ્વસ્થ નહી થાય ત્યાં સુધી તેને સારવાર માટે રાખવામાં આવશે.

પ્રાણીસંગ્રહાલય સામાન્ય લોકો માટે ખુલ્લુ રહેશે પરંતુ તેમને બરફમાં રહેતા દીપડા જોવા નહી મળ. જણાવી દઇએ કે અમેરિકામાં મોટી સંખ્યામાં કોરોનાથી મોત થયા બાદ લોકોને કોરોના વેક્સીન આપવાની શરૂઆત થઇ ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here