આગામી 1 લી તારીખથી કાર ચલાવવાના નિયમોમાં ઘણાં ફેરફાર થવાના છે. આવી સ્થિતિમાં વાહન ચાલકો માટે એક નિયમ આવી રહ્યો છે, જેમાં ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરવી ભારે પડશે. આ નવા નિયમ હેઠળ મોબાઇલ ફોનનો ઉપયોગ ફક્ત રૂટ નેવિગેશન માટે કરવામાં આવશે. જો વાહન ચાલક વાત કરતા પકડાશે તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
  • વાહન ચાલકો માટે કામના સમાચાર
  • આ ભૂલ કરી તો ભરવો પડશે ભારે દંડ
  • વાહન ચલાવતી વખતે રાખજો આ ધ્યાન

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ નવા નિયમની સૂચના આપી છે. નવા નિયમ મુજબ ડ્રાઇવિંગ કરતી વખતે હાથમાંમોબાઇલ ફોનનો ઉપયોગ ફક્ત રૂટ નેવિગેશન માટે કરવામાં આવશે અને એવી રીતે ઉપયોગ કરવાનો કે જ્યારે ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરનું ધ્યાન ભંગ ન થાય. જોકે, વાહન ચલાવતા સમયે મોબાઇલ પર વાત કરવા બદલ 1 હજારથી 5 હજાર રૂપિયા દંડ આપવો પડી શકે છે. 

આ નિયમો ગયા વર્ષે મોટર વાહન અધિનિયમમાં કરવામાં આવેલા ફેરફાર સાથે સંબંધિત છે. આ કાયદાના કેટલાક નિયમો ગયા વર્ષે અમલમાં આવ્યા હતા. નિવેદનના જણાવ્યા અનુસાર દેશમાં ટ્રાફિકને લગતા નિયમો આઈટી સર્વિસના ઉપયોગ અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ દ્વારા વધુ સારી રીતે લાગુ કરવામાં આવશે. સાથે જ ડ્રાઈવરોને થતી પરેશાની પર પણ રોક લાગશે.

પોલીસ અધિકારીઓ દસ્તાવેજો માંગી શકશે નહીં

વેબ પોર્ટલ પર રદ કરાયેલા અને ડિસ્કવોલીફાઈ કરાયેલા ડ્રાઈવિંગ લાઇસન્સની માહિતી ક્રોનોલોજિકલી   અપડેટ કરવામાં આવશે. આ ડ્રાઈવરોના વ્યવહારને મોનિટર કરવામાં અધિકારીઓને મદદ કરશે. નિયમો અનુસાર જો વાહનને લગતા દસ્તાવેજો ઇલેક્ટ્રોનિક રૂપે માન્ય કરવામાં આવે તો પોલીસ અધિકારીઓ દસ્તાવેજોની હાર્ડ કોપીની માંગ કરી શકશે નહીં.

મોબાઈલ પર વાત કરવી એ અકસ્માતનું મોટું કારણ છે

વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી એ વાહન અકસ્માતનું મોટું કારણ બની ગયું છે. લોકો વાહન ચલાવતા સમયે પણ મોબાઈલ પર વાતો કરતા રહે છે. આવી સ્થિતિમાં તેમનું ધ્યાન ભટકાય છે, જેના કારણે અકસ્માત થાય છે. આ નવા નિયમના અમલીકરણ સાથે મોબાઇલ ફક્ત ડેશબોર્ડની સામે મૂકીને રૂટ નેવિગેશન માટે ઉપયોગમાં લઈ શકાય છે. જોકે, એપ આધારિત કેબ સેવા સાથે સંકળાયેલા ડ્રાઇવરો જ આ નિયમનું પાલન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here