રાજ્યમાં આજથી MBBS ઇન્ટર્ન તબીબ હડતાળ પર ઉતર્યા છે.  ત્યારે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં પણ તેની અસર જોવા મળી..  હડતાળના કારણે કોવિડ હોસ્પિટલની કામગીરી પર ખોરવાઈ છે. હાલ MBBS ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ પેટે 12 હજાર 800 રૂપિયા આપવામાં આવે છે. જે વધારીને 20 હજાર  કરવા માગ કરવામાં આવી રહી છે.

રાજ્યની તમામ સરકારી કોલેજ અને GMERS હસ્તકના ઇન્ટર્ન ડોક્ટર્સ કામકાજથી અળગા

હડતાળના પગલે રાજ્યની તમામ સરકારી કોલેજ અને GMERS હસ્તકના ઇન્ટર્ન ડોક્ટર્સ કામકાજથી અળગા રહ્યા છે.  રાજ્યભરમાં બે હજાર જેટલા ઈન્ટર્ન ડોક્ટર્સ આ હડતાળ પર જોડાયા છે.  આ હડતાળને જુનિયર ડોકટર એસોસિયેશન દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here