બિહારની પૂર્વ મુખ્યમંત્રી અને હમ પાર્ટીના અધ્યક્ષ જીતન રામ માંઝી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પૂર્વ સીએમએ ટ્વિટ દ્વારા કોરોનાથી સંક્રમિત થવાની માહિતી આપી છે. માંઝીએ ટ્વિટ કરીને લખ્યું છે કે ‘આજે મારો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને હું વિનંતી કરૂ છું કે તેઓ કૃપા કરીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. ‘
બિહારના પૂર્વ મુખ્યમંત્રીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

પૂર્વ સીએમએ ટ્વિટ દ્વારા કોરોનાથી સંક્રમિત થવાની માહિતી આપી
બિહારમાં કોરોના વાયરસ મહામારીથી સંક્રમિત થવા વાળા દર્દીઓની સંખ્યા વધીને 2,43,248 પર પહોંચી ગઈ છે. જ્યારે બીજી તરફ કોવિડ -19ના કારણે જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા વધીને 1321 પર પહોંચી છે. નોંધ પાત્ર છે કે આ તમામ આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રિય મામલાઓની સંખ્યા 5189 પર પહોંચી છે.