ભારતીય સ્ટેટ બેન્ક (SBI)માં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવાનારા સીનિયર સિટીઝન (60 વર્ષથી વધુ વયના લોકો) માટે ખુશખબર છે. કોરોનાવાયરસ મહામારીને ધ્યાનમાં લેતા સીનિયર સિટીઝનની સુવિધા માટે લાવવામાં આવેલા ‘ SBI વીકેર ડિપોઝિટ’ અંતર્ગત વધારાના વ્યાજ દરનો ફાયદો હવે માર્ચ 2021 સુધી લઇ શકાય છે. આ જાણકારી SBIની ઑફિશિયલ વેબસાઇટ પર મળી છે. SBIએ બીજીવાર આ સ્કીમની ડેડલાઇન વધારી છે.

શુ છે SBI વીકેર ડિપોઝીટ સ્કીમ

SBIએ મે મહિનામાં સીનિયર સિટીઝન માટે નવી એફડી પ્રોડક્ટ ‘SBI વીકેર ડિપોઝીટ’ લોન્ચ કરી હતી. તે અંતર્ગત સીનિયર સિટીઝનને ‘5 વર્ષ કે તેથી વધુ’ના પીરિયડની રિટેલ ટર્મ ડિપોઝિટના મામલે, તેમના લાગુ વ્યાજ દર ઉપર 0.30 ટકાનું વધારાનું વ્યાજ આપવાની જોગવાઇ છે. પહેલા આ ફાયદો સપ્ટેમ્બર 2020 સુધી મળતો હતો, પછીથી તેનો સમયગાળો વધારીને ડિસેમ્બર 2020 કરી દેવામાં આવ્યો. પરંતુ હવે આગામી વર્ષે માર્ચ સુધી સીનિયર સિટીઝન તેનો લાભ લઇ શકશે.

sbi

અન્ય લોકો કરતાં કુલ 0.80% વધુ વ્યાજ

આમ તો SBI સીનિયર સિટીઝનને એફડી પર, અન્ય લોકો માટે નક્કી કરેલા રેગ્યુલર વ્યાજ દર ઉપર 0.50 ટકા વધારાના વ્યાજની રજૂઆત કરે છે. એટલે કે આ 0.50 ટતા અને વધારાના 0.30 ટકા વ્યાજ સાથે SBI વીકેર ડીપોઝિચ અંતર્ગત સીનિયર સિટીઝન ‘5 વર્ષ કે તેથી વધુ ‘ના સમયગાળા માટે રિટેલ ટર્મ ડિપોઝિટ પર 0.80 ટકા વધુ વ્યાજ હાંસેલ કરી શકે છે. આ ફાયદો હવે 31 માર્ચ 2021 સુધી લઇ શકાય છે.

નવી FD અને જૂની FD ના રિન્યૂઅલ બંને પર લાગુ

SBI વીકેર ડિપોઝિટ અંતર્ગત વધુ વ્યાજનો ફાયદો નવુ એફડી એકાઉન્ટ ખોલાવવા અથવા જૂની એફડીના રિન્યૂઅલ બંને પર મળશે. જો કે સ્પેશિયલી આપવામાં આવી રહેલા વધારાના પ્રીમિયમને એફડીના પ્રીમેચ્યોર વીડ્રોઅલના મામલે પે નહી કરવામાં આવે. SBIમાં આ સમયે સીનિયર સિટીઝનને 2 કરોડ રૂપિયાથી ઓછાની રિટેલ એફડી પર 3.40 ટકાથી લઇને 6.20 ટકા વાર્ષિક સુધીનું વ્યાજ મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here