એક લાઇન તો તમે બધા એ સાંભળી હશે કે બોલાવે પણ જવું નહીં, આવી જ એક ઘટના બિહાર (Bihar)ના પટના (Patna)માં બની છે અહીં લવ અફેરમાં એક છોકરી (Girl)એ ફોન કરીને પોતાના પ્રેમીને મળવા માટે ઘર પાસે બોલાવ્યો. ત્યારબાદ તેનો કોઇ અત્તો-પત્તો નહોતો પછી તેનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી.

તાજેતરનો આ હત્યાનો કિસ્સો પટના શહેરના બહાદુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યુ અઝીમાબાદ કોલોનીનો છે, જ્યાં એક યુવતીના પરિવારે પ્રેમ પ્રકરણ હેઠળ યુવકની છરીથી હત્યા કરી દીધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ન્યુ અઝીમાબાદ કોલોનીમાં ગળું કપાયેલી લોહીથી લથપથ હાલતમાં યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. મૃતકની માતાને જાણ થતા હૈયાફાટ રૂદન કર્યું હતું. બાતમી મળતાની સાથે જ પટણા સીટી ડીએસપી સહિત વિવિધ પોલીસ મથકોની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે મૃતકની ઓળખ બહાદુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદલપુરના રહેવાસી સ્વ.સંજય સાહનીનો 18 વર્ષના પુત્ર અંશુ કુમાર તરીકે થઈ છે. એવું કહેવામાં આવે છે કે, અંશુ કુમાર પાડોશમાં રહેતી સભ્યા મલિક નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. મોડી રાત્રે યુવતીએ તેને મળવા માટે તેના ઘરની પાસે બોલાવ્યો, જેથી પ્રેમિકાને મળવા અંશુ તેના ઘરેથી નીકળી ગયો હતો અને તે પછી તે ઘરે પાછો આવ્યો ન હતો.

છોકરીના પરિવાર પર હત્યાનો આરોપ

અંશુનો મૃતદેહ મળ્યા બાદથી નારાજ પરિવારો એ છોકરીના પરિવાર પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો અને તેની ફરિયાદ સ્થાનિક પોલીસથી કરી. પોલીસ પ્રશાસનથી આ કેસમાં કઠોર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તો આ સંદર્ભમાં મૃતકનો મિત્ર રૌશન કુમારે માહિતી આપી કે છોકરીનો ભાઇ અબ્રાહમ મલિક વારંવાર અંશુને હત્યાની ધમકી આપતો હતો.

મૃતકના પરિવારજનોએ કર્યો હોબાળો

મૃતકના પરિવારજનોએ સ્થાનિક લોકોને છોકરીના ઘરે જઇ હોબાળો કર્યો અને પથ્થરમારો શરૂ કરી દીધો. જેથી કરીને આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઇ. સ્થળ પર પોલીસે પહોંચી ઉપદ્રવીઓને ખદેડી નાંખ્યા. પોલીસે મૃતદેહને પોતાના કબ્જામાં લઇ તેને પોસ્ટમોર્ટમ માટે નાલંદા મેડિકલ કોલેજ મોકલી દીધો છે.

હત્યાની પુષ્ટિ કરતા પટના સિટીના ડીએસપીએ આ કેસમાં બે લોકોની ધરપકડ કરી હોવાની વાત કરી રહ્યા છે. પોલીસે આરોપી યુવતીને પણ કસ્ટડીમાં લીધી છે, જેની સઘન પૂછપરછ ચાલી રહી છે. પટના શહેરના ડીએસપી અમિત શરણે આખા મામલાની તપાસ ટૂંક સમયમાં કરવાની ખાતરી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here