દિવના કિલ્લા પાસે જ કોઈના બાપની બીક વગર જ ચાલે જુગાર

પ્રવાસીઓને એક કા ડબલની લાલચ આપી લૂંટે છે ગેંગ

ગુજરાત પ્રવાસીઓ માટેનું જાણીતું સૌથી પ્રિય સ્થળ એટલે દિવ પરંતુ આ દીવમાં આવેલા કિલ્લા પાસે તમે જાવ છો તો ચેતજો કારણ કે દિવ કિલ્લાની બહાર 0 0 1ના રાઉન્ડ વાળા સ્લેટમાં નંબર બતાવી એક કા ડબલની લાલચ આપી પ્રવાસીઓને લૂંટવાનું કામ ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે જેમાં 8 લોકોની ગેગ કે જેઓ ત્યાં ઉભી હોય અને એક કા ડબલમાં લોકોને બોલાવી પોતાના જ લોકો ત્યાં ઉભા રાખી પોતાના જ પેસા ત્યાં લગાવે અને લોકોને લલચાવે છે.

જો એ ટોકન જેવી સ્લેટમાં 2 ટોકન 0 0 હોય અને 1 ટોકનમાં 1 લખેલું હોય અને એ ત્રણે સ્લેટ એ હાથથી ટેબલ પર ફેરવતા હોય અને પછી 3 ટોકનમાંથી 1 ટોકનમાં 1 લખેલ છે એમાં તમારે રૂપિયા લગાડવાના જો એમાં ઝીરો નીકળે તો તમારા પેસા ગયા અને જો એક નીકળે તમે લગાડેલા પેસા ગયા આ ગેમમાં તમને શરૂઆતમાં 2 ગેમ એ જીતાડશે અને પછી તમે એમાં પેસા લગાવો એટલે તમારા પેસા ગયા પછી તમને લાલચ જાગે કે હું હારી ગયો એ રૂપિયા કવર કરી લવ પરંતુ એ લાલચમાં તમે તમારા રૂપિયા વધારે ગુમાવશો કારણ કે એમાં રૂપિયા લગાડનારમાં 8 લોકો તો એમના જ હોય એટલે એ 8 લોકો 0 માં રૂપિયા લગાડે તો તમે પણ એમાં જ લગાડશો કારણ કે 8 લોકોએ એમાં લગાડ્યા હોય એટલે સ્વાભાવિક છે કે તમને પણ એમ થાય કે આમાં જ 1 નંબર હશે પરંતુ જ્યારે એ ટોકન ખુલે તો એમાં 0 હોય અને તમારા લગાડેલા રૂપિયા જાય

આ ગેમ એક જુગાર જ કહેવાય કે જે ખુલ્લેઆમ રમાડે છે જો કોઈ એનો વિરોધ કરે તો એ ટોળકી તમારા પર ભારે પડી શકે કારણ કે એ લોકોને કોઈ પોલીસ કે તંત્રનો પણ ડરના હોય એમ એ ગેંગનું જુગરધામ ચલાવે છે.

તંત્ર કમરકસે તો આ ગેંગને જેલના સળિયા ગણતા કરી શકે છે પંરતુ આ ગેંગની તો પોલીસ ને ખબર હોય તો જ આમ ખુલ્લેઆમ ચાલતું હોય તેવું દેખાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here