શહેરમાં ઘણા સમયથી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી પાછળ પેસેન્જરના રૂપમાં બેઠેલા શખશો નજર ચૂકવી ચોરી કરતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. હવે આ ગેંગના લોકોએ મોડ્સ ઓપરેન્ડી બદલી સરનામું પૂછવાના બહાને વ્યક્તિઓની નજીક જઈ લૂંટ ચલાવી રહ્યા છે. આવી જ ઘટના શાહીબાગમાં બની હતી. એક વૃદ્ધ સરનામું બતાવવા જતા રિક્ષામાં બેઠેલા લોકોએ 58 હજારની સોનાની ચેઇન લૂંટી લીધી હતી.

ન્યુ સિવિલ રોડ પર આવેલી, કે.જે. કડીયાની ચાલીમાં રહેતા 67 વર્ષીય રમેશચંદ્ર ગોહિલ ઝેરોક્ષની દુકાન ધરાવે છે. તેઓ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ આજે સવારે નવ વાગ્યે તેમની દુકાને આવ્યા હતા. ત્યારબાદ તેઓને કોઈ કામ હોવાથી મેડાવાળી ચાલીમાં ગયા હતા. ત્યાંથી કામ પતાવીને પરત આવતા હતા ત્યારે તેમની પાસે એક રિક્ષા આવી હતી.

રિક્ષામાં ડ્રાઈવર બેઠેલો હતો અને પાછળ બે પેસેન્જર બેઠા હતા. ડ્રાઈવરે રમેશચંદ્રને બોપલ તરફનું સરનામું પૂછ્યું. તેઓ હજુ રસ્તો બતાવવા જાય ત્યાં તો રિક્ષામાં બેઠેલા શખશોએ રમેશચંદ્રના ગળામાં હાથ નાખીને 58 હજારની ચેઇન અને પેન્ડન્ટ લૂંટી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ મામલે રમેશચંદ્રએ પોલીસને જાણ કરતા શાહીબાગ પોલીસે ગુનો નોંધી બનાવને અંજામ આપનાર ટોળકીની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here