લોકોના મોબાઇલ પર આવી રહેલા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમે પ્રધાનમંત્રી પેંશન યોજના અંતર્ગત 70 હજાર રૂપિયા મેળવવાના હકદાર છો.
સોશિયલ મીડિયા પર એક ટેક્સ્ટ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી પેંશન યોજના અંતર્ગત તમને 70 હજાર રૂપિયા મળશે.
લોકોના મોબાઇલ પર આવી રહેલા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમે પ્રધાનમંત્રી પેંશન યોજના અંતર્ગત 70 હજાર રૂપિયા મેળવવાના હકદાર છો. જોકે મેસેજની તપાસ કરતાં તે બોગસ હોવાનું જણાયું હતું. પીઆઈબી ફેક્ટ ચેકે આ અંગે ટ્વિટ કરીને કહ્યું, આ મેસેજ ફેક છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ સ્કીમ ચલાવવામાં આવતી નથી.