શિયાળામાં ગળું ખરાબ, ઉધરસ, શરદી અને કફની સમસ્યા સામાન્ય વાત છે કફની સાથે-સાથે તાવ, થાક, માથાનો દુખાવો, અને આંખોમાં થાક જેવી સમસ્યા થાય છે પરંતુ તેનો ઇલાજ કરવો જરૂરી છે. પરંતુ તમે ડોક્ટરી દવાઓ સિવાય ઘરેલુ નુસખા અપનાવીને પણ આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે હોમમેડ સિરપ બનાવીને સમસ્યાઓ દૂર કરી શકાય.

સામગ્રી

500 મિલી – પાણી
1 ચમચી – અજમો
1 ચમચી – હળદર
1 ચમચી – મધ

સિરપ બનાવવાની રીત

સૌથી પહેલા એક પેનમાં પાણી ઉમેરીને ધીમી આંચ પર પાણી ઉકાળી લો અને પછી અજમા અને હળદર ઉમેરની ગરમ થવા દો.
– મિશ્રણને ઠંડુ કરીને એક ચમચી મધ મિક્સ કરીને પીઓ.

કેમ ફાયદાકારક છે આ સિરપ

તેનાથી છાતીમાં લોહીનું પરિભ્રમણ (Chest Congestion) સાફ થઇ જાય છે અને તે કફને પણ બહાર નીકાળી દે છે. તેનાથી શરદી, ઉધરસથી છૂટકારો મળે છે.

કફ દૂર કરવાના અન્ય ઘરેલું ઉપાય

1. સરસવના તેલમાં મીઠું નાખી છાતી પર મસાજ કરો. આ છાતીમાં કફની ગાંઠોને દૂર કરશે.
2. બે કપ પાણીમાં 15-20 કાળા મરી ઉમેરો અને અડધા સુધી ન થાય ત્યાં સુધી તેને ઉકાળો. હવે તેમાં મધ નાખો અને પીઓ.
3. મધમાં લીંબુ નાખીને દિવસમાં 2 વાર પીવો. મધમાં એન્ટી-ઇન્ફ્લેમેશન હોય છે અને લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે કફ દૂર કરવામાં મદદગાર છે.
4. દરરોજ 1 ગ્લાસ હળદરના દૂધમાં મધ મેળવીને પીવાથી છાતીમાં જમા થતી લાળમાંથી ઝડપી રાહત મળે છે.
5. મીઠાના પાણીથી કોગળા કર્યા પછી કફ નીકળી જાય છે અને કફ, ગળામાંથી રાહત આપે છે.
6. આદુ, તુલસી, આલ્કોહોલ, તજ, કાળા મરીનો ઉકાળો પીવાથી પણ રાહત મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here