જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓએ પીડીપી નેતાના ઘર પર હુમલો કર્યો છે. આ હુમલામાં તેમના PSO( અંગત સુરક્ષા કર્મી) ઘાયલ થયા છે. આ હુમલા બાદ વિસ્તારમાં તપાસ અભિયન શરૂ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે મધ્ય કાશ્મીરના શ્રી-નગર જીલ્લાના નાટીપોરા વિસ્તારમાં સોમવાર સવારે આંતકીઓએ પીડીપી નેતા હાજી પરવેઝ અહેમદના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અંગત સુરક્ષા ગાર્ડ મંઝૂર અહેમદ ઘાયલ થયા હતા.

અંગત સુરક્ષા ગાર્ડ મંઝૂર અહેમદ ઘાયલ

પીડીપી નેતા હાજી પરવેઝ અહેમદના ઘર પર હુમલો કર્યો

આંતકી હુમલામાં ગંભીર રૂપે ઘાયલ સુરક્ષા કર્મીને સારવાર હેઠળ SMHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટના વચ્ચે આંતકીઓને ઝડપવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે, અને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.પીડીપી નેતા પરવેઝે આ મામલે જણાવ્યું કે મારા બાળકો, વૃદ્ધ માતા અને અન્ય પરિવાર વાળા ઘરમાં હાજર હતા. ત્યારે સવારે ફિરન પહેરીને બે શખ્સ મુખ્ય દરવાજાથી દાખલ થયા અને ફાયરીંગ કરી હતી. આ ઘટનામાં મારો એક અંગ રક્ષક ઘાયલ થયો છે. સારવાર દરમ્યાન અહમેદનું મોત નિપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here