કોરોનાની મહામારી વચ્ચે 31 ડિસેમ્બરની ઉજવણીના મોટા ભાગના આયોજનો રદ્દ થયા છે. ત્યારે પોલીસ પણ જાહેરનામાનો કડકાઇથી અમલ કરાવવા માટે સજ્જ બની છે. અમદાવાદ કંટ્રોલ વિભાગના ડીસીપી હર્ષદ પટેલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે કોરોનાની ગાઇડલાઇન મુજબ રાત્રે 9 વાગ્યા બાદ કોઇ પણ વ્યક્તિ ઉજવણી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

9 વાગ્યા બાદ કોઇ પણ વ્યક્તિ ઉજવણી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

રાત્રે 9 પહેલા જાહેરનામાનો ભંગ ન થાય અને ગાઇડલાઇનનું યોગ્ય પાલન થાય તો તેમાં કોઇ અડચણ ઉભી કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે અમદાવાદમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટમાં ચેકપોસ્ટ બનાવવામાં આવશે. અમદાવાદ શહેર તેમજ બહારના ફાર્મ હાઉસ પર પણ વોચ ગોઠવવામાં આવશે.

ફાર્મ હાઉસ પર પણ વોચ ગોઠવવામાં આવશે

જો કોઈ પણ વ્યકિત નિયમનો ભંગ કરશે તો તેની સામે ફરિયાદ પણ નોંધાવાવામાં આવશે. કાર્યવાહી પણ કારશે. 31 ડિસેમ્બરે તમામ ચેકપોસ્ટ પર સખ્તાઈ પૂર્વક ચેકિંગ હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here