ભારતીય ક્રિકેટ ટીમનો ચાઇના મેન બોલર એટલે કુલદીપ યાદવ. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચાઇના મેન બોલરની આમેય અછત રહેતી હોય છે. તેમાં આ પ્રકારના બોલર સામે રમવું દરેક બેટ્સમેનને અઘરું થઈ પડે છે. ભારતના આ સ્પિનર કુલદીપ યાદવનો આજે જન્મ દિવસ છે. 1994ની 14મી ડિસેમ્બરે કુલદીપનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. કુલદીપ યાદવ એવી સિદ્ધિ ધરાવે છે જે ઘણા ઓછા બોલરના નસીબમાં આવી છે.

વન-ડે ક્રિકેટમાં બે વાર હેટ્રિક લીધી

કુલદીપ યાદવે વન-ડે ક્રિકેટમાં બે વાર હેટ્રિક લીધેલી છે. કુલદીપ ભારત માટે છ ટેસ્ટ, 61 વન-ડે અને 21 ટી20 મેચ રમેલો છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ડિસેમ્બરની વન-ડેમાં કુલદીપ રમ્યો હતો. ભારતીય ટીમ 2019માં ઓસ્ટ્રેલિયા ગઈ ત્યારે સિડની ખાતેની અંતિમ ટેસ્ટમાં તે રમ્યો હતો.

વન-ડે ક્રિકેટમાં બે બે વાર હેટ્રિક લીધેલી

કુલદીપે વન-ડેમાં 105 વિકેટ ઝડપી છે. વન-ડે ક્રિકેટમાં લસિત મલિંગાએ ત્રણ વખત હેટ્રિક લીધી છે તો એવા પાંચ બોલર છે જેમણે બે બે વખત હેટ્રિલ લીધેલી છે જેમાં ભારત તરફથી કુલદીપ યાદવનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત વસિમ અકરમ, ચમિન્ડા વાઝ, સકલીન મુસ્તાક અને ટ્રેન્ટ બોલ્ટે પણ વન-ડે ક્રિકેટમાં બે બે વાર હેટ્રિક લીધેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here