સરકારી રાશનકાર્ડ ધરાવનારા લોકો સળંગ ત્રણ માસ સુધી અનાજ નહીં લે તો તેમનું રાશનકાર્ડ રદ થવાની શક્યતા છે. જેમની પાસે રેશન કાર્ડ હોતું નથી પરંતુ જેમને જરૂરિયાત હોય છે એવા કેટલાક પરિવારોને સહાયરૂપ થવા માટે આ યોજના હોવાનો દાવો કરાયો હતો.

આર્થિક રીતે સક્ષણ લોકોના રેશન કાર્ડ થઈ જશે રદ

કેન્દ્ર સરકારના સૂચનથી રાજ્ય સરકારો આવી ગાઇડલાઇન ઘડી રહી હોવાની જાણકારી મળી હતી. રાશનકાર્ડ દ્વારા સરકાર ગરીબ પરિવારોને વાજબી ભાવે અનાજ મળી રહે એવી જોગવાઇ કરતી રહી હતી. પરંતુ કેટલાક સમયથી એવી માહિતી મળી હતી કે ઘણા પરિવારો સતત ત્રણ મહિના અનાજ લેતા નથી. હવે પછી એવું થશે તો એમ માની લેવામાં આવશે કે આ પરિવારો હવે આર્થિક દ્રષ્ટિએ સક્ષમ થઇ ગયા છે એટલે તેમના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે.

અનાજની તકલીફ છે તેઓને પહોંચાડવા માગે છે સરકાર

કોરોના ચેપની મહામારી વચ્ચે હજારો પરિવારો એવા છે જેમને અનાજની તકલીફ પડી રહી હતી. સરકારને આવા લોકો માટે રેશનની જોગવાઇ કરવી પડી હતી. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર દ્વારા આવો નિર્ણય લેવાઇ રહ્યો હોવાની માહિતી મળી હતી. રાજ્ય સરકારો પોતાની રીતે તપાસ કરાવશે કે કયા વિસ્તારમાં રાશનકાર્ડની દુકાનોમાં ત્રણ મહિના સુધી કોણ અનાજ લેતું નથી. ત્યારબાદ એ પરિવારને પૂછવામાં આવશે કે કેમ રાશનકાર્ડ પર અનાજ લેતું નથી. આખરે તેમનું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here