તમિલનાડૂમાં આગામી વર્ષએ એપ્રિલ મેમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીનો સમય જેવો નજીક આવે છે કે, તુરંત જ રાજકીય પાર્ટીઓમાં ગતિવિધીઓ શરૂ થઈ જાય છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં સક્રિયા રોલ નિભાવા જઈ રહેલા અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન રાજ્યની અન્ય પાર્ટીઓ પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે ખબર આવી રહી છે કે, કમલ હાસન અસદ્દૂદીન ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. રાજકીય નિષ્ણાંતોમાં એવી ચર્ચા છે કે, બિહારમાં ધાર્યા કરતા સારા પરિણામ આવ્યા બાદ ઓવૈસીનો જુસ્સો ખૂબ વધ્યો છે. ત્યારે હવે કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમ અને ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદ્દૂલ મુસ્લિમીન (AIMIM) વચ્ચે ગઠબંધન થઈ શકે છે. આ બંને પાર્ટી રાજ્યમાં 25 સીટો પર ચૂંટણી લડશે.

AIMIMના સૂત્રો દ્વારા મળેલી વિગતો પ્રમાણે જોઈએ તો, ઓવૈસીએ સોમવારના રોજ તમિલનાડૂ વિધાનસભા ચૂંટણી પર રાજ્યોના પાર્ટી પદાધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે. હૈદરાબાદમાં તમિલનાડૂ ચૂંટણી યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે મિટીંગો થઈ રહી છે. જે અંતર્ગત પાર્ટી ત્રિચી અને ચેન્નઈમાં જાન્યુઆરીમાં સંમેલન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here