એક બાજુ કોરોના જેવી મહામારી તો બીજીબાજુ મોંઘવારીના મારે સામાન્ય માણસની જિંદગીને હતી ન હતી કરી દીધી છે. બે ટંકની રોજી રોટી મેળવવા ફાંફા મારતો સામાન્ય માણસ ડગલે ને પગલે ગોથા ખાઇ રહ્યો છે. ત્યારે સામાન્ય માણસને મોંઘવારીએ ખુબ હેરાન કર્યા છે.

મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ મોંઘી થવાથી નવેમ્બરમાં (WPI inflation)ની કિંમત પર આધારીત દર 1.55 ટકા થયો હતો જે નવ મહિનામાં સૌથી વધારે છે. ઓક્ટોબરમાં આ દર 1.48 અને ગયા વર્ષનો નવેમ્બરનો દર 0.58 રહ્યો હતો. સરકારી આંકડાઓ અનુસાર આ ફેબ્રુઆરીમાં સૌથી વધારે રહ્યો છે. ફેબ્રુઆરીમાં તે દર 2.26 ટકા હતો.

નવેમ્બરમાં ખાદ્ય મોંઘવારી નરમ રહી પરંતુ ઉત્પાદિત ઉત્પાદનોએ ફુગાવાને આગ ચાંપી દીધી. આ સમયગાળા દરમિયાન, ખાદ્ય ફુગાવાનો દર 3.94 ટકા હતો, જે ઓક્ટોબરમાં 6.37 ટકા હતો. શાકભાજી અને બટાટાના ભાવ અનુક્રમે 12.24 ટકા અને 115.12 ટકા વધારે હતા. ખાદ્ય ચીજો ન હોય તેવો ફુગાવો દર પણ 8.43 ટકાના ઉચ્ચ સ્તરે રહ્યા.

આ સમયગાળા દરમિયાન ઇંધણ અને વીજળીનો ફુગાવો ઋણાત્મક 9.87 ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે નવેમ્બર 2020 માં માસિક જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો 1.55 ટકા હતો. મંત્રાલય
એક વર્ષ અગાઉ સમાન ગાળામાં તે 0.58 ટકા હતો તેવું જાણવા મળ્યું છે.

તહેવારોની સિઝનમાં ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ ફુગાવામાં આ વધારો નોંધવામાં આવ્યો છે. નવેમ્બરમાં નવ મહિનાની ઉંચી સપાટીએ ફુગાવા દર પહોંચી ગયો છે. ફેબ્રુઆરી 2020 પછીના જથ્થાબંધ ભાવો આધારિત ફુગાવાનો આ ઉચ્ચતમ સ્તર છે.

જો કે ખાદ્ય ચીજોમાં મોંઘવારી ઓછી થઈ. નવેમ્બર 2020માં આ મોંઘવારી દર 3.94 ટકા નોંધાયો હતો. મોંઘવારી દર ઓક્ટોબર 2020માં 6.37 ટકા હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here