વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ (Solar Eclipse 2020) સોમવાર 14 ડિસેમ્બરે થવાનું છે. 14 ડિસેમ્બરના રોજ થનાર આ ગ્રહણ 15 દિવસની અંદર થતુ બીજું ગ્રહણ છે. અગાઉ, નવેમ્બર 30 પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ થયુ હતુ, હવે માર્ગશીર્ષની અમાસે એટલેકે આજે સોમવતી અમાસે સૂર્યગ્રહણ થશે. 14 ડિસેમ્બરે પંચગ્રહી યોગમાં સોમવતી અમાસનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ છે.

એ પછી સૂર્ય પોતાની રાશિ પણ બદલશે. સોમવતી અમાસના દિવસે વૃશ્ચિક રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર અને કેતુ રહેશે. ગ્રહોના આ વિશેષ સંયોગમાં કરવામાં આવતું સ્નાન, દાન અને પૂજા-પાઠનું વિશેષ ફળ મળે છે. ચાલો જાણીએ કે આ સૂર્યગ્રહણ કયા સમયે અને ક્યાં દેખાશે, ભારતમાં તેની શું અસર થશે.

સૂર્યગ્રહણને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવ્યો છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઈ જાય છે. જ્યારે કોઈ ગ્રહ પીડિત થાય ત્યારે શુભ ફળ આપતો નથી. તેથી સૂર્ય ગ્રહણની ઘટના શુભ માનવામાં આવતી નથી.

ક્યારે થશે સૂર્ય ગ્રહણ
સૂર્ય ગ્રહણ 14 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં થઈ રહ્યું છે. આ રાશિમાં સૂર્યની સાથે ચંદ્ર, બુધ, શુક્ર, કેતુ પણ હાજર રહેશે. આ ગ્રહો વૃશ્ચિક રાશિમાં રહેશે. (Solar Eclipse Timings in India) ભારતીય સમય મુજબ સાંજે 7 કલાક 4 મિનિટથી મધરાત સુધી સૂર્યગ્રહણ રહેશે. ભારતમાં (Solar Eclipse 2020 in India) આ ગ્રહણને ખંડગ્રાસ માનવામાં આવે છે. ખંડગ્રાસ સૂર્ય ગ્રહણમાં સૂતક કાળનું મહત્વ રહેતું નથી. તેથી આ ગ્રહણનું વિશેષ ધાર્મિક મહત્વ નહીં રહે.

સૂર્ય ગ્રહણનો સમયગાળો 5 કલાકનો રહેશે. આ ગ્રહણ દક્ષિણ આફ્રિકા, મોટાભાગના દક્ષિણ અમેરિકામાં, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક અને હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકામાં સંપૂર્ણ પણે દેખાશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. સંધ્યાકાળ હોવાથી આ ગ્રહણ ભારતમાં દેખાશે નહી. ભારતમાં ન દેખાતુ હોવાથી કોઇ પણ કાર્યો અટકશે નહી.

સૂર્ય ગ્રહણની અસર કઇ રાશિ પર વધારે?
ગ્રહણ અવધિ એ એક ખગોળીય ઘટના છે પરંતુ ધાર્મિક રૂપે તે શુભ માનવામાં આવતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહી, તેમ છતાં તેની અસર સંપૂર્ણપણે રાશિચક્ર Effect on Zodiac Signs પર રહેશે. 14 ડિસેમ્બરે થનારા આ સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિ અને જ્યેષ્ઠા નક્ષત્રમાં જોવા મળે છે.

આ રાશિના જાતકોએ આ ગ્રહણ સમયગાળા દરમિયાન ખૂબ કાળજી લેવાની જરૂર છે. ગ્રહણની અસર આ જાતકો માટે માનસિક પીડાનું કારણ બની શકે છે. વૃશ્ચિક રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન સૂર્યની પૂજા કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here