કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ (West Bengal) સરકારની વચ્ચે તલવારો ખેંચાય ગઇ છે. પશ્ચિમ બંગાળ સરકારે ત્રણ આઈપીએસ અધિકારીઓ (IPS Officers)ને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર મોકલવાની ના પાડી દીધી છે. બરાબર આવું જ 2001ની સાલમાં બન્યું હતું ત્યારે તમિલનાડુ (Tamilnadu)ના તત્કાલીન મુખ્યમંત્રી જે.જયલલિતા (Jayalalitha) એ કર્યું હતું. તેના પડઘા દિલ્હી (Delhi)માં ખૂબ સંભળાયા હતા.
ભારત સરકારે પ.બંગાળમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (J.P.Nadda)ના કાફલા પર હુમલા બાદ ત્રણ આઇપીએ અધિકારીઓને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર બોલાવાનો આદેશ મોકલ્યો. આ અધિકારી સુરક્ષાના પ્રભારી હતા. કેન્દ્ર પ્રતિનિયુક્તિ પર મોકલવાની ના પાડતા પશ્ચિમ બંગાળ સરકારે આઇપીએસ અધિકારીઓની અછતનો હવાલો આપ્યો છે.
જયલલિતાએ પાડી દીધી હતી ના
કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે 2001ની સાલમાં આવું જ થયું હતું. 13મી મે 2001ના રોજ જયલલિતાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 29-30 જૂનની રાત્રે તામિલનાડુ પોલીસની સીબી-સીઆઈડીએ પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિના ઘરે દરોડા પાડ્યા અને કરૂણાનિધિ અને કેન્દ્રમાં મંત્રી મુરાસોલી મારન અને ટીઆર બાલૂની ધરપકડ કરી લીધી. આ બંને અટલ સરકારમાં મંત્રી હતા. તેના પરિણામસ્વરૂપ રાજ્યપાલ ફાતિમા બીવીને હટાવી દીધા હતા કારણ કે કેન્દ્ર તેમના રિપોર્ટથી નાખુશ હતી અને તત્કાલીન કાયદા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે રાજ્યપાલના રિપોર્ટ એ આજે તામિલનાડુમાં સાચી સ્થિતિને પ્રતિબંધિત કરી નથી અને રાજ્યપાલ સંવૈધાનિક જવાબદારીનું નિર્વહન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા.
તેની સાથે જ દરોડામાં સામેલ ત્રણ આઇપીએસ અધિકારીઓની ઓળખ કરી. જેમાં તત્કાલીન ચેન્નાઇ પોલીસ કમિશ્નર મુથુકરૂપ્પન, સંયુકત આયુકત સેબિસ્ટિયન જ્યોર્જ અને ઉપાયુક્ત ક્રિસ્ટોફર નેલ્સન સામેલ હતા. તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી અડવાણીએ ત્રણ ઓફિસરોને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર દિલ્હી બોલાવી લીધા હતા. ત્યારે જયલલિતાએ મમતા બેનર્જીની જે એ અધિકારીઓને દિલ્હી મોકલવાની ના પાડી દીધી હતી. તેની સાથે જ જયલિલાતએ અન્ય મુખ્યમંત્રીઓને રાજ્યોના અધિકારીઓની રક્ષા માટે ચિઠ્ઠી પણ લખી હતી. તેમણે અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્ર-રાજ્ય સંબંધોના રાજ્ય સંવર્ગોના પ્રબંધનમાં પરેશાન કરનાર પ્રવૃત્તિ અંગે લખ્યું હતું.
કેટે રોકયા હતા ગૃહ મંત્રાલયના આદેશ
કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારની વચ્ચે પડેલી તિરાડ પર ચેન્નાઇ પોલીસના પૂર્વ કમિશ્નર મુથુકરૂપ્પને એક અખબારને કહ્યું કે હું આ અંગે કોઇ ટિપ્પણી કરી શકતો નથી કે કેન્દ્ર સરકાર, પશ્ચિમ બંગાળના અધિકારીઓની વિરૂદ્ધ શું કરી શકે છે, પરંતુ અમે કેટ (કેન્દ્રીય પ્રશાસનિક ન્યાયાધિકરણ)નો સંપર્ક કર્યો, જેને ગૃહમંત્રાલયના આદેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 2001 બાદથી અમે કોઇને પણ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ માટે પ્રયાસ કર્યો નથી. અમારા વિરૂદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા કોઇ બીજી કાર્યવાહી કરાઇ નથી.
શું કહે છે નિયમ
કેન્દ્ર સરકાર જ આઇએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓને કેડર ફાળવે છે. ગૃહ મંત્રાલય, આઈપીએસ કેડર, આઈએએસ કેડર કર્મચારી અને તાલીમ વિભાગ અને આઈએફએસ કેડર પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય હેઠળ આવે છે.
નિયમ અનુસાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર હેઠળ મુકાયેલ સિવિલ સર્વિસ અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકે નહીં. અખિલ ભારતીય સેવા (અનુશાસન અને અપીલ) નિયમ, 1969ના નિયમ 7માં કહ્યું છે કે જો અધિકારી રાજ્યની બાબતોના સંદર્ભમાં ફરજ બજાવે છે તો પ્રાધિકરણ કાર્યવાહી કરવા અને દંડ લગાવાનો અધિકાર રાજ્ય સરકારનો હશે.
અખિલ ભારતીય સેવાઓ (IAS, IPS, IFS)ના એક અધિકારી પર કરાયેલી કોઇપણ કાર્યવાહી માટે રાજ્ય અને કેન્દ્ર બંનેને સહમત થવાની આવશ્યકતા છે. ભારતીય પોલીસ સેવા (કેડર) નિયમ, 1954ના નિયમ 6 (1)માં પ્રતિનિયુક્તિ અંગે કહ્યું છે. કોઇપણ અસહમતિના મામલામાં કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાશે અને તેને રાજ્ય લાગૂ કરશે.
આ અધિકારીઓને દિલ્હી બોલાવામાં આવ્યા
કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર કેન્દ્ર દ્વારા માંગવામાં આવેલા અધિકારીઓમાં રાજીવ મિશ્રા (અતિરિક્ત મહાનિર્દેશક, દક્ષિણ બંગાળ), પ્રવીણ ત્રિપાઠી (ઉપ મહાનિરીક્ષક, પ્રેસીડન્સી રેન્જ) અને ભોલાનાથ પાંડે (એસપી, ડાયમંડ હાર્બર) છે. મમતા સરકારે આ અધિકારીઓને દિલ્હી મોકલવાની ના પાડી દીધી છે.