રશિયન પ્રમુખ પુતિનની સરમુખત્યારશાહીને પડકારનારા વિપક્ષી નેતા એલેક્સી નવાલ્નેની હત્યાની કામગીરી રશિયાની જાસૂસી સંસ્થા ફેડરલ સિક્યુરિટી સર્વિસ (એફએસબી)ને કામગીરી સોંપવામાં આવી હતી. એલેક્સીની હત્યાનો પ્રયાસ પુતિન અથવા તેમની ટીમ દ્વારા થયાના આક્ષેપો વારંવાર થયા છે.

હવે આ અંગેના નક્કર પુરાવા મળ્યા હતા. એ પ્રમાણે રશિયાની જાસૂસી સંસ્થા એફએસબીના સભ્યોએ લગભગ 30 સ્થળોએ એલેક્સીનો પીછો કર્યો હતો. એલેક્સી જ્યાં જાય ત્યાં એફએસબીની દસેક સભ્યોની બનેલી ટીમ ઘૂમ્યા કરતી હતી.

પુતિનની સરમુખત્યારશાહી સામે પડનારા એલેક્સીને ઘાતક ઝેર અપાયું હતું

આ ટીમ એલેક્સીને ઝેર આપવા માટે પ્રયાસ કરતી હતી. એટલે એક વખત નિષ્ફળતા મળે તો બીજી વખત અને બીજી વખત નિષ્ફળતા મળે તો ત્રીજી વખત એમ 30 વાર પીછો કર્યો હતો. એ પછી અંતે 20મી ઓગસ્ટના દિવસે તેઓ ફ્લાઈટમાં અચાનક બેભાન થયા હતા. તપાસ કરતાં તેમના શરીરમાંથી નોવિચોક નામનું ઝેર મળી આવ્યું હતું.

રશિયામાં હરિફો કે વિરોધીઓને ઝેર આપીને મારી નાખવાની જૂની પરંપરા છે. સદ્ભાગ્યે એલેક્સી બચી ગયા અને અત્યારે તેઓ બર્લિનમાં જ છે, જ્યાં તેમની સારવાર થઈ હતી. રશિયામાં તેમની સલામતી જોખમમાં છે. 2020માં શાંતિના નોબેલ માટેે નોમિનેટ થયેલા એલેક્સી રશિયામાં ભ્રષ્ટ્રાચાર અને પુતિનની આપખુદશાહી સામે પડેલા કદાવર નેતા છે.

કેએસબી સંસ્થાએ પોતાના પાંચ જેમ્સ બોન્ડ જેવા જાસૂસોને એલેક્સીની પાછળ મુકી દીધા હતા

કેજીબીમાંથી પરિવર્તન પામીને બનેલી કેએસબી સંસ્થાએ પોતાના પાંચ જેમ્સ બોન્ડ જેવા જાસૂસોને એલેક્સીની પાછળ મુકી દીધા હતા. એ એજન્ટ વળી સામાન્ય ન હતા, ઝેર આપીને હત્યા કરવાના એક્સપર્ટ હતા, ડોક્ટર હતા, ટોક્સિકોલોજિસ્ટ (ઝેર નિષ્ણાત) હતા અને અન્ય કામગીરીમાં પણ પાવરધા હતા. એલેક્સીના કિસ્સામાં ઝેર આપવામાં સફળતા મળી, પરંતુ તેઓ એલેક્સીને મારી શક્યા નહીં.

રશિયાન જાસૂસ સર્ગેઈ સ્ક્રીપાલ અને તેમની દીકરીની હત્યા માટે પણ કેએસબીના જાસૂસોને ઈંગ્લેન્ડ મોકલાયા હતા. ઓપન-સોર્સ ઈન્વેસ્ટિગેશન જર્નલિમઝ ઈન્સ્ટિટયૂટ બેલિંગકેટે આ તપાસ કરીને વિગતો જાહેર કરી હતી. બિલિંગકેટની તપાસ પ્રમાણે 2017થી એલેક્સીનો પીછો થતો હતો. બિલિંગકેટે આ માટે હજારો ફોનકોલ્સ, ફ્લાઈટ રેકોર્ડ વગેરેની મહિનાઓ સુધી તપાસ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here