લોકડાઉન વખતે ગુજરાતમાં હજારો શ્રમિકોએ વતન વાપસી જવા દોડધામ મચાવી હતી જેના કારણે સરકારે રેલ-બસ સુવિધા કરવી પડી હતી. હજારો શ્રમિકો રસ્તામાં અટવાઇ પડયા હતાં જેથી તેમને આશ્રયગૃહમાં રાખવા પડયા હતાં. આ પરિસ્થિતી વચ્ચે રાજ્ય સરકારે મોટાઉપાડે શ્રમિકો માટે રૂા.250 કરોડનું ગરીબ ક્લ્યાણ પેકેજ જાહેર કર્યુ હતું પણ નવાઇની વાત એછેકે, સરકારે ગરીબ શ્રમિકો પાછળ પણ ખર્ચ કરવામાં ઉદાર મન રાખ્યુ ન હતુ જેના લીધે એવી પરિસ્થિતી સર્જાઇ હતી કે, ગરીબ કલ્યાણ રાહત પેકેજમાં હજુય રૂા.157.85 કરોડની માતબર રકમ વણવપરાયેલી પડી રહી છે.

ગરીબ કલ્યાણ રાહત પેકેજમાં હજુય રૂા.157.85 કરોડની માતબર રકમ વણવપરાયેલી પડી રહી

કોરોનાની મહામારીને કારણે લોકડાઉન જાહેર કરતાં હજારો શ્રમિકો બેઘર જ નહીં,આિર્થક સિૃથતી બેહાલ બની હતી જેના કારણે શ્રમિકો ચાલીને વતન તરફ વળ્યા હતાં તે વખતે રાજ્ય સરકારે ગરીબ શ્રમિકોને રૂા.1 હજાર સીધી સહાય આપવા જાહેરાત કરી હતી. આ ઉપરાંત ફુડ બાસ્કેટ અને આશ્રયગૃહમાં રખાયેલાં પ્રવાસી શ્રમિકો માટે રાહત પેકેજ જાહેર કર્યુ હતું. સરકારે બાંધકામ શ્રમિકોના પરસેવાની કમાણીથી એકત્ર થતાં કલ્યાણ ભંડોળમાંથી રૂા.250 કરોડ લઇ ગરીબ કલ્યાણ રાહત પેકેજ જાહેર કર્યુ હતું.

કલ્યાણ ભંડોળમાંથી રૂા.250 કરોડ લઇ ગરીબ કલ્યાણ રાહત પેકેજ જાહેર કર્યુ

લોકડાઉન બાદ ગરીબ શ્રમિકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની હતી.રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે માત્ર રૂા.91.15 કરોડનો ખર્ચ કર્યો હતો . હજુય રૂા.157.85 કરોડ જેટલી માતબર રકમ વણવપરાયેલી પડી રહી છે. રાજ્ય સરકારે  સુધી 6.38 લાખ બાંધકામ શ્રમિકોને રૂા.1 હજારની સહાય ચૂકવવા નક્કી કર્યુ હતું પણ અત્યાર સુધી 3,68,735 શ્રમિકોને જ સહાય ચૂકવાઇ છે. આજેય 2,69,265 શ્રમિકો સહાયથી વંચિત રહ્યાં છે.

3,68,735 શ્રમિકોને જ સહાય ચૂકવાઇ

આ મુદ્દે બાંધકામ શ્રમિક સંકલ સમિતીએ સરકારમાં રજૂઆત કરી હોવા છતાંય પરિણામ શૂન્ય રહ્યુ છે. બાંધકામ શ્રમિક સંગઠનોએ પણ હવે હારીથાકીને આંદોલન કરવા ચિમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here