ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર થઇ છે ત્યારે બન્ને મુખ્ય પાર્ટી કોંગ્રેસ અને ભાજપે ઉમેદવારો શોધવાનું શરૂ કર્યું છે. અગાઉ કોંગ્રેસના આઠ ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા હતા ત્યારે માત્ર ચાર પૂર્વ ધારાસભ્યોને ભાજપના પ્રદેશ એકમે ટિકીટ આપવાનું વચન આપ્યું છે જ્યારે બીજી ચાર બેઠકો માટે નવા ઉમેદવારોની શોધ ચાલી રહી છે.
બીજી તરફ કોંગ્રેસ આઠ બેઠકો પર નવા ઉમેદવારોની શોધમાં છે. નિરીક્ષકોના અહેવાલ પછી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાઇકમાન્ડને ત્રણ નામોની પેલન આપશે જેમાંથી એક એક ઉમેદવારને પસંદ કરવામાં આવશે. પેટાચૂંટણી ૩જી નવેમ્બરે છે પરંતુ ઉમેદવારો ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં જાહેર કરવા પડે તેમ છે. વિધાનસભાની ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં આ આઠ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયાં હતા પરંતુ ગુજરાતમાં રાજ્યસભાની વધુ એક બેઠક મેળવવા અને કોંગ્રેસને બીજી બેઠક જીતતી અટકાવવા માટે પ્રદેશ ભાજપના નેતાઓએ કોંગ્રેસને તોડવાનું ઓપરેશન કરીને તેના આઠ સભ્યોના રાજીનામાં અપાવ્યા હતા. આ આઠ પૈકી ભાજપ તમામને ટિકીટ આપી શકે તેવી હાલતમાં નથી, જ્યારે કોંગ્રેસને તમામ બેઠકો પર નવા ઉમેદવારો પસંદ કરવાના થાય છે.
ડાંગ, કપરાડા અને કરજણ બેઠક પર હજી સુધી કોઇ નામની પેનલ બની નથી પરંતુ સપ્તાહમાં ત્રણ ત્રણ નામોની પેલન ફાઇનલ થાય તેવી સંભાવના છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં છે અને તેઓ પ્રદેશના નેતાઓ સાથે આઠ બેઠકોની સંભવિત ઉમેદવારો અંગે ચર્ચા કરી રહ્યાં છે. તેમને આઠ બેઠકોના નિરીક્ષકો પાસેથી રિપોર્ટ પણ મેળવ્યો છે.
ભાજપના આઠ સંભવિત ઉમેદવારો…
મોરબી – બ્રિજેશ મેરજા
અબડાસા – પ્રદ્યુમનસિંહ જાડેજા
કરજણ – અક્ષય પટેલ
કપરાડા – જીતુ પટેલ
ધારી – જે. વી. કાકડિયા સાથે ભાજપ ઉમેદવારની ખોજમાં
લીમડી – સોમા પટેલ (ટિકીટ નહીં મળે) – કિરીટસિંહ રાણાની સંભાવના
ગઢડા – પ્રવિણ મા (ટિકીટ નહીં મળે) – આત્મારામ પરમારની સંભાવના
ડાંગ – મંગળ ગાવિત (ટિકીટ નહીં મળે) – ભાજપ ઉમેદવારની ખોજમાં
કોંગ્રેસના સંભવિત પાંચ ઉમેદવારો…
ધારી – જેનીબેન વીરજીભાઇ ઠુમ્મર, સુરેશ કોટડિયા, પ્રદીપ કોટડિયા
મોરબી – જયંતિભાઇ પટેલ, કિશોર ચીખલીયા, મનોજ પનારા
લીંબડી – કલ્પનાબેન ધોલીયા, ચેતનભાઇ ખાચર, ભગીરથસિંહ રાણા
ગઢડા – મોહન સોલંકી, મુકેશ શ્રીમાળી, જગદીશ ચાવડા
અબડાસા – વિસનજી પાંચાણી, નવલસિંહ જાડેજા,
પી.સી. ગઢવી, રમેશ પટેલ