વડાપ્રધાન બપોરે સફેદરણ ખાતેથી જ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુર્હુત કરનારા હોવાથી બપોરનું ભોજન ટેન્ટ સીટી ખાતે લેશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ટેન્ટસીટીના સંચાલકોને વડાપ્રધાનના ભોજન અંગેની તૈયાર કરવા સુચના આપી દેવાઈ છે. જેમાં ગુજરાતી વડાપ્રધાન હોવાથી તેમને ફુલ ગુજરાતી થાળીનો રસથાળ પીરસવામાં આવશે તે સાથે તેમાં કચ્છી વાનગીઓનું સંયોજન કરાશે. ફરસાણમાં જેમ કે, કચ્છ સમોસા, દાબેલી મીઠાઈમાં અડદિયા પાક, ગુલાબ પાક વગેરે થાળીમાં પીરસાશે.

બપોરનું ભોજન ટેન્ટ સીટી ખાતે લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંગળવારે કચ્છની મુલાકાતને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. ધોરડો અને ગુંદીયાળી ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને તંત્ર આખરી ઓપ આપી રહ્યું છે. ત્યારે આજથી ધોરડો સુધીના આખા રસ્તા અને ભુજ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીઆઈએસએફને તૈનાત કરી દેવાઈ છે.

કચ્છી વાનગીઓનું સંયોજન કરાશે. ફરસાણમાં જેમ કે, કચ્છ સમોસા, દાબેલી મીઠાઈમાં અડદિયા પાક, ગુલાબ પાક વગેરે થાળીમાં પીરસાશે

આ અંગે મળતી માહિતી મુજબ દિલ્લીથી રવાના થઈને મોદી ભુજ હવાઈમથક પર બપોરે 1.30 કલાકે ઉતરાણ કરવાના હોવાથી આજે સવારે એરપોર્ટ રીહર્સલ કરવામાં આવ્યું હતું. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હવાઈઅડ્ડા પર પોલીસ સાથે સીઆઈએસએફને પણ તૈનાત કરાઈ છે. તો અહીંથી મોદી સફેદરણ ખાતે જવાના હોવાથી ભુજથી છેક સફેદરણ સુધીના રસ્તા પર ઠેક ઠેકાણે પોલીસ અને સીમા સુરક્ષા દળના જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે.

વડાપ્રધાનભૂકંપગ્રસ્તની યાદમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી રૂપાણી અને અિધકારીઓ સાથે સમીક્ષા કરશે. કચ્છના હસ્તકલા કારીગરોને મળી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. દરિયાના પાણીને મીઠું બનાવવાના કચ્છના ગુંદિયાળી અને સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે.

સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે

આ ઉપરાંત કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા કરનાર 30 હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતાં હાઇબ્રીડ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરશે. સાથે સાથે સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે.

ઉપરાંત રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. 129 કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટનું ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધી કરાશે. ધોરડો સાથે ગુંદીયાળી ખાતે પણ કાર્યક્રમ યોજાશે જેમાં સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ હાજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here