ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)માં કામ કરતી નર્સના યુનિયન બેમુદત હડતાળનો આજે છઠ્ઠો દિવસ છે. જેના પગલે કોરોનાકાળમાં દર્દીઓને મુશ્કેલીઓ પડી રહી છે દર્દીઓને રિટર્ન મોકલાઈ રહ્યાં છે. AIIMSના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ તેમને એવી વિનંતી કરી હતી કે અત્યારે કોરોના કાળમાં આવું પગલું ન લો તો સારું.

AIIMSના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ તેમને એવી વિનંતી કરી

નર્સ યુનિયને કહ્યું હતું કે લાંબા સમયથી અમારી માગણીઓ ઊભી છે. એની તરફ AIIMSના સંચાલકોએે ધ્યાન આપ્યું નથી. અમારી માગણીઓ સ્વીકારો અથવા કમ સે કમ અનુકૂળ જવાબ આપો. આ યુનિયન હડતાળ પર છે જેમાં 5000 નર્સો છે. આ લોકોની માગણીમાં છઠ્ઠા વેતન પંચની ભલામણોનો અમલ કરવાની પણ એક માગણી હતી.

આ યુનિયન હડતાળ પર છે જેમાં 5000 નર્સો

ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે હવે જ્યારે કોરોનાની રસી આવવાનો સમય પાકી ગયો છે ત્યારેજ નર્સ યુનિયન હડતાળ પર ઊતર્યું છે એ હકીકત કમનસીબ છે. હું નર્સ યુનિયનને અપીલ કરું છું કે કામ પર પાછાં ફરો અને લોકોને કોરોના મહામારીમાં ઊગારવાના કાર્યમાં અમને સહકાર આપો.

કોરોનાકાળમાં દર્દીઓની વધી મુશ્કેલીઓ

તેમણે કહ્યું કે નર્સ યુનિયને અમારી સમક્ષ 23 માગણી મૂકી હતી. એ દરેક વિશે અમે એમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું. આમ છતાં આવા કોરોના કાળમાં એ લોકોએ બેમુદત હડતાળ પર ઊતરવાનો નિર્ણય કર્યો એ ખરેખર કમનસીબ ઘટના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here