નરેન્દ્ર મોદીએ લોકડાઉન પછી મોટા ઉપાડે ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ હેઠળ ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાંથી ૧૭ લાખ કરોડ રૂપિયા ક્યાં વપરાયા તેનો મોદી સરકાર પાસે કોઈ જવાબ જ નથી. બાકીના ત્રણ લાખ રૂપિયામાંથી માત્ર ૧.૨૦ લાખ કરોડ રૂપિયા રાજ્યોને ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ અપાયા છે.
ત્રણ લાખ રૂપિયામાંથી માત્ર ૧.૨૦ લાખ કરોડ રૂપિયા રાજ્યોને ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ અપાયા

રાજ્ય સરકારો કેન્દ્ર પાસે નાણાં માગે છે છતાં બાકીના ૧.૮૦ લાખ કરોડ રૂપિયામાંથી કેન્દ્ર તેમને આપતી નથી. એક બિઝનેસેમને આરટીઆઈ એક્ટ હેઠળ કરેલી અરજીના જવાબમાં મોદી સરકારે જ આ વિગતો આપી છે. ટૂંકમાં ૧૦૦ કરોડ ભારતીયો માટે સરકારે પ્રતિ વ્યક્તિદીઠ ૯ રૂપિયા લેખે ૧.૨૦ લાખ કરોડ આપ્યા છે. આ રકમ પણ રાજ્યોએ કેન્દ્રને પાછી આપી દેવાની છે કેમ કે આ રકમ લોન તરીકે અપાઈ છે.
લોન તરીકે અપાઈ

આ વિગતો બહાર આવ્યા પછી સવાલ થઈ રહ્યો છે કે, મોદી સરકારની બીજી ઘણી જાહેરાતોની જેમ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પણ ‘જુમલા’ જ છે કે શું ?