બોલિવૂડનો એકટર વરુણ ધવન કોરોનાગ્રસ્ત બન્યા બાદ આઇસોલેશનમાં છે અને પોતાના ઘરમાં સમય પસાર કરી રહ્યો છે તે દુનિયાથી સાવ અલગ થઈ ગયો છે. તે માત્ર પોતાના રૂમમં જ રહે છે. વરુણ ધવને તેનો ફોટો શેર કરીને ફેન્સને દેખાડી દીધું કે ઘડપણમાં તે કેવો લાગી શકે છે.

તાજેતરમાં વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ પર ત્રણ ફોટો શેર કર્યા હતા. જેમાં તે એકમાં યુવાન છોકરો, બીજામાં વર્તમાન ધવન અને ત્રીજામાં ભવિષ્યનો એટલે કે ઘડપણનો વરુણ ધવન જોવા મળે છે.ઘડપણના ફોટોમાં તે ગ્રે કલરના વાળ અને સોલ્ટ એન્ડ પીપર દાઢીમાં દેખાય છે.આ ફોટો બનાવવા માટે તેણે ફોટો એડિટીંગ એપનો ઉપયોગ કર્યો હોય તેમ લાગે છે.

તેણે આ ત્રણ ફોટોનો કોલાઝ બનાવીને લખ્યું છે કે જીવન આઇસોલેશનમાં છે અને મને વધતી ઉંમરમાં જોવા માટે આ ફોટો જમણી તરફ સ્વાઇપ કરો.

તેણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તાજેતરમાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને અત્યારે તે આઇસોલેશનમાં છે. આગામી ફિલ્મ જુગ જુગ જીયોના શૂટિંગ માટે તે ચંદીગઢ ગયો હતો અને એ વખતે તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેનું પરિણામ પોઝિટિવ આવ્યું હતું.

આ જ શૂટિંગ દરમિયાન નીતૂ કપૂર પણ પોઝિટિવ આવી હતી તો ફિલ્મના નિર્દેશક રાજ મહેતા પણ પોઝિટિવ આવ્યા હતા. જોકે થોડા સમય બાદ નીતૂ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂરે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું હતું કે નીતૂ કપૂરનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here